ગાઢ ધુમ્મસના કારણે સવારે સુરત આવતી બે ફલાઈટો અમદાવાદ ડાયવર્ટ

0
25

સુરત, તા.૧૨
આજે મળસ્કે શહેરમાં ભેજનું પ્રમાણ વધતા અત્યંત ધુમ્મસભર્યુ વાતાવરણથી એરપોર્ટ ખાતે વિજીબીલિટી ૧૦૦ મીટર કરતા પણ અોછી હોવાથી મુંબઈ-સુરત અને દિલ્હી સુરત ફલાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી.
સુરત એરપોર્ટના મેનેજર શર્માના જણાવ્યા અનુસાર આજે સવારે એરપોર્ટ વિજીબીલિટી ખુબ જ અોછી હતી. ૧૦૦ દૂર સુધી પણ જાઈ શકાય તેવું ન હોવાથી એરપોર્ટ પર પ્લેન લેન્ડિંગ જાખમ લેવાનું ટાળવછામાં આવ્યું હતું. સવારે મુંબઈથી સુરત માટે રવાના થયેલ એર ઈન્ડિયાની ફલાઇટને સુરતથી પાછી મુંબઈ ડાયટર્વ કરવામાં આવી હતી. દિલ્હીથી સુરત માટે આવેલ ઈન્ડિગોની ફલાઈટ પણ અમદાવાદ ખાતે ડાયવર્ટ કરવામાં આવી હતી. એરપોર્ટ ઉપર સવારે નવ વાગ્યા બાદ ધુમ્મસની ચાદર દૂર થતા વિજીબીલિટી ક્લિપ થવાની સાથે મુંબઈ અને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવેલ. ફલાઈટને સુરત લેન્ડ કરાઈ હતી. ગત બે દિવસ અગાઉ ૧૦મી અોક્ટોબરના રોજ ધુમ્મસભર્યા વાતાવરણથી બે ફલાઈટ ડાયવર્ટ થઈ હતી. આજે પાછી બે ફલાઈટ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. જેના મુસાફરોને મુશ્કેલી નડવાની સાથે શિડયુલ ખોરવાયું હતું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY