અમદાવાદ,તા.૫
પાસ તરફથી મીડિયાને નિવેદન આપતા મનોજ પનારાએ કહ્યું કે, “સી.કે. પટેલ ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે. સમાજની સંસ્થા સાથે જાડાયેલા હશે પરંતુ પાસની ઓથોરાઇઝ ટીમ સાથે તેમણે કોઈ ચર્ચા કરી નથી. રૂબરૂ કે ટેલિફોનિક કોઈ વાત નથી થઈ. હાર્દિકની મુલાકાતે સંસ્થાના આગેવાનો આવ્યા હતા તે પણ ઔપચારિક મુલાકાત હતી. હાર્દિક અને સરકાર વચ્ચે મધ્યસ્થી થવું તેવી કોઈ જ ચર્ચા મુલાકાત દરમિયાન થઈ નથી. આ ફક્ત શુભેચ્છા મુલાકાત જ હતી.
ઘણા મિત્રો પાસના નામે ચરી ખાય છે. પોતાને પાસના નેતા બતાવે છે. સી.કે.પટેલ ભાજપના એજન્ટ બનીને દેવામાફી તેમજ પાટીદારને આંદોલન મુદ્દે વિલનની ભૂમિકા નિભાવી રહ્યા હોવાની અમને આશંકા છે. હાર્દિકને મળેલા પ્રતિસાદ પર ઠંડુ પાણી રેડવાના પ્રયાસ થઈ રહ્યો છે. ખરેખર સરકાર સાથે વાતચીત થઈ હોય તો તેઓ આજ સાંજ સુધી આવીને હાર્દિક સાથે વાતચીત કરે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


