અમદાવાદ,તા.૫
પાટીદાર સમાજની સંસ્થાઓના સમાધાનના પ્રયાસો વચ્ચે હાર્દિક પટેલે ગઈકાલે મોડી રાતે એક પછી એક Âટ્વટ કરીને એવા સંકેતો આપ્યા હતા આમરણાંત ઉપવાસ આંદોલન ચાલુ રહેશે.
હાર્દિકનુ ઉપવાસ આંદોલન આજે બારમાં દિવસમાં પ્રવેશ્યુ છે.બીજી તરફ મંગળવારની રાતે હાર્દિકે Âટ્વટ કરીને કÌš હતુ કે જનતાનુ આંદોલન તોડવા માટે અને મને બદનામ કરવા માટે ભાજપ રમત રમી રહી છે.
ગુજરાતના ખેડૂતો અને યુવાઓને ધીરજ રાખવાની અપીલ કરુ છું.પોલીસ સામે સંઘર્ષમાં ઉતરવાનુ નથી અને ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાનુ છે. ભાજપ અ્ને પોલીસ ખોટા કેસો કરીને ડરનો માહોલ ઉભો કરી રહી છે.
વધુ એક ટિ્વટમાં તેણે કહ્યું હતુ કે ગાંધી ચિંધ્યા માર્ગે અગિયાર દિવસથી ખેડૂતોની દેવા માફી અને પાટીદાર સમાજને અનામતની માંગ સાથે ચાલી રહેલા આંદોલનમાં કોઈ પણ પ્રકારની હિંસા થઈ નથી પણ ઉપવાસ આંદોલનને બદનામ કરવા માટે ભાજપ હિંસાની ઘટનાઓને અંજામ આપવાની ફિરાકમાં છે એટલે બધા સાવચેત રહે.
એ પછી અન્ય એક ટિવટમાં હાર્દિકે કહ્યું હતુ કે ગુજરાત સરકારના મંત્રી સૌરભ પટેલ કહે છે કે હાર્દિકને પ્રેમથી સમજાવીશું નહીતર રાજકીય રીતે સમજાવીશું. ઓ મંત્રી આ ધમકી આપવાનુ બંધ કરો. આવી ધમકીઓ તમારી સરકારના બહુ નેતાઓ અને અધિકારીઓ આપી ચુક્્યા છે. જીવવાનુ અને મરવાનુ તો ભગવાનના હાથમાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




