ટોરેન્ટો,તા.૧૮
કેનેડાની બ્રિટીશ કોલંબિયા યૂનિવર્સિટી પોતાના કેમ્પસમાં ગાંજા પીવાની મંજૂરી આપનારી પ્રથમ યૂનિવર્સિટી બની શકે છે, ગત મહિને કેનેડામાં ગાંજા રાખવા અને વેચવાને કાયદાકીય માન્યતા મળી છે. જે બાદ યૂનિવર્સિટી સમિતિ ‘કેમ્પસમાં ધુમ્રપાન અને ધુમ્રપાન ઉત્પાદન સંવર્ધન’ નામનો એક નીતિગત ડ્રાફ્ટ લાવી છે.
આ ડ્રાફ્ટને સામુદાયિક પરામર્શ માટે રાખવામાં આવ્યો છે અને ફેબ્રુઆરીમાં તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. આ ડ્રાફ્ટ પ્રમાણે, કેમ્પસમાં ગાંજા પીવા માટે વિશેષ સ્થાન પણ બનાવવામાં આવશે.
યૂનિવર્સિટીના કાઉન્સિલે આ વિશે કહ્યું કે, અમે માનીએ છીએ કે જ્યારે તમે કોઇ પણ આવી ગતિવીધિઓને ગેરકાદેસર બનાવો છો જેને લોકો કોઇ પણ રીતે કરે છે તો તમારા આ પગલાંથી તે વ્યવહાર અંદરને અંદર વધે છે. પરંતુ તેનો અર્થ તે નથી કે દરેક બાબત ગુનાની મર્યાદાની બહાર રાખી શકાય છે. તેથી કેમ્પસમાં અનુશાસન બની રહે તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


