અત્યાર સુધી ૪૭નાં મોત,૧,૨૦૦ ગુમ
કેલિફોર્નિયા,તા.૧૮
કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ કાબૂમાં આવ્યા બાદ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પેરેડાઇઝ સિટી અને મલિબૂ ટાઉનની મુલાકાત લીધી હતી. શનિવારે ટ્રમ્પ પેરેડાઇઝ સિટી અને મોડી રાત્રે મલિબૂ ટાઉન પહોંચ્યા હતા. કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગના કારણે મૃત્યુઆંક ૭૪એ પહોંચ્યો છે જ્યારે ૧,૨૦૦ લોકો હજુ પણ ગુમ થયાના સમાચાર છે.
કેલિફોર્નિયા વાઇલ્ડફાયરમાં અત્યાર સુધી ૭૪ લોકોનાં મોત થયા છે જેમાંથી ૧૩ની હજુ ઓળખ થઇ શકી નથી.
આ ઉપરાંત પેરેડાઇઝ, નોર્થ કેલિફોર્નિયામાં આગના કારણે ૧,૨૭૬ લોકો હુમ છે. શુક્રવારે રિકવરી ટીમે મૃતદેહોને બોડી બેગ્સમાં ભર્યા હતા.
ટ્રમ્પે કહ્યું કે, કેટલાંક મૃતદેહો એટલી હદે દાઝી ગયા છે કે, તેઓની ઓળખ મુશ્કેલ છે. શનિવારે ટ્રમ્પે પેરેડાઇઝની મુલાકાત લીધી હતી. ચીકો સિટીમાં આવેલા વોલમાર્ટ પા‹કગમાં અંદાજિત ૧૦૦થી વધુ નિર્વાસિતોએ ટેન્ટ બનાવી આશ્રય લીધો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




