કેપટાઉન,તા.૨
પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે શુક્રવારના રોજ ખૂબ જ રોમાંચક ટી૨૦ મેચ રમાઇ. તેમાં દક્ષિણ આફ્રિકાના બે બોલર્સે ૭૦ રનની ઇનિંગ્સ રમી અને ત્રણ બોલર્સે બે-બે વિકેટ ઝડપી, પરંતુ ‘મેન ઓફ ધ મેચ’ માટે એ બેટસમેનને પસંદ કર્યો જેને માત્ર ૧૦ રન જ બનાવ્યા હતા. તમે માનો કે ના માનો આ સાચું છે. ‘મેન ઓફ ધ મેચ’ તરીકે ક્રિકેટર ડેવિડ મિલરને પસંદ કરાયો, જેણે પોતાની ફિલ્ડિંગના બદલામાં આખી મેચનો નકશો બદલી નાંખ્યો. તેણે પોતાની ફિલ્ડીંગના લીધે ૬ બેટસમેનને પેવેલિયન મોકલી દીધા.
દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં રમાયેલ મેચમાં પહેલાં બેટિંગ કરી રીજ હૈંડ્રિક્સ અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની અડધીસદીના દમ પર ૨૦ ઓવરમાં ૬ વિકેટ પર ૧૯૨નો સ્કોર બનાવ્યો.
૧૯૩ના લક્ષ્ય સાથે ઉતરેલ પાકિસ્તાન ટીમે પહેલી જ ઓવરમાં ફખર જમાનની વિકેટ ગુમાવી જે બેરૂન હૈંડ્રિકસનો શિકાર બની. પાક ટીમ ૨૦મી ઓવરમાં ૯ વિકેટ ગુમાવી ૧૮૬ રન બનાવી શકી.
દક્ષિણ આફ્રિકાનો ધૂંઆધાર બેટ્સમેન ડેવિડ મિલર અહીં બેટિંગમાં તો ખાસ કમાલ કરી શકયો નહોતો. પરંતુ તેની ભરપાઈ તેને ફિલ્ડિંગમાંથી કરી. મિલરે પાકિસ્તાનના ચાર ખેલાડીઓ શોએબ મલિક, આસિફ અલી, ઇમાદ વસીમ અને હસન અલીનો કેચ કર્યો. આ સિવાય જમેજમાએ બાબર આજમને ડાયરેકટર થ્રો થી રન આઉટ કર્યો. વિકેટકીપર મોહમ્મદ રિઝવાન પણ મિલરના જ થ્રો પર રનઆઉટ થયો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




