લૉઅર બેકમાં ઇજા થતાં ગુપ્ટિલ પાંચમી વન-ડેમાં નહિ રમે

0
23

વેલિંગ્ટન,તા.૨
ન્યુઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલનું વેલિંગ્ટન ખાતે રમનારી પાંચમી વનડેમાં રમવા અંગે અનિશ્ચિતતા છે. ૩૨ વર્ષીય ઓપનરને શનિવારે ફિલ્ડિંગ પ્રેક્ટિસ દરમિયાન એક થ્રો નાખતી વખતે લોઅર-બેકમાં ઇજા થઇ હતી. તેને ન્યુઝીલેન્ડના ફિઝિયોથેરાપિસ્ટ વિજય વલ્લભ અને સિક્યોરીટી મેનેજર ટેરી મિનિશ ગ્રાઉન્ડની બહાર લઇ ગયા હતા ત્યારે સ્પષ્ટપણે લાગતું હતું કે તેને દુખાવો થઈ રહ્યો છે.
માર્ટિન ગુપ્ટિલની જગ્યાએ કિવિઝ ભારત સામે કોલીન મુનરોને રમાડી શકે છે. ચોથી વનડેમાં વધારાનો ઓલરાઉન્ડર રમાડવા માટે મુનરોને ટીમની બહાર કરવામાં આવ્યો હતો અને મિડલ ઓર્ડર બેટ્‌સમેન હેનરી નિકોલસે ગુપ્ટિલ સાથે ઓપનિંગ કરી હતી. કિવિઝ ક્રિકેટ બોર્ડે પોતાના ટવીટર એકાઉન્ટ બ્લેકકેપ્સ પર ટ્‌વીટ કરી માર્ટિનની ઇજા વિશે જાણ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY