ભાગેડુ માલ્યા બધુ જ દેવું ચૂકવવા માટે તૈયાર? માલ્યાના વકીલે રજૂ કરી દલીલ

0
14

ન્યુ દિલ્હી,તા.૩૦
બેંકોમાંથી લોન લઈને દેશમાંથી ભાગી ગયેલા બિઝનેસમેન વિજય માલ્યાના વકીલે ગુરુવારે પ્રીવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA) કોર્ટને એવુ જણાવ્યુ છે કે, લેણદારોને માલ્યા પોતાના બાકી લેણાની ચૂકવણી કરવા માટે ભારત સરકારની સાથે સહમતિ શરતો પર સહી કરવા માટે તૈયાર છે. PMLAએ નિદેશાલય (ED)ની એ અરજી પર સુનાવણી કરી રહ્યું હતુ, જેમાં માલ્યાને આર્થિક ભાગેડુ જાહેર કરવા અને ભારતમાં તેની સંપત્તિ જપ્ત કરવાની માંગણી કરવામાં આવી છે.
ED તરફથી હાજર રહેલા વકીલ ડી પી સિંહે કાર્ટને જણાવ્યુ હતુ કે, માલ્યા હાલ લંડનમાં છે. તે ન તો કોર્ટમાં હાજર રહ્યો અને ન તેણે એવા કોઈ સંકેત આપ્યા કે તે ભારતમાં કાયદાકીય પ્રક્રિયામાં ભાગ લેશે. બીજી તરફ માલ્યાના વકીલે જણાવ્યુ હતુ કે, ઉદ્યોગપતિ વિજય માલ્યા સામાન્ય પરિસ્થિતિઓમાં દેશમાંથી બહાર ગયા, સંદિગ્ધ પરિસ્થિતિઓમાં નહીં. ન્યાયાધીશ એમ. એસ. અજ્મી સમક્ષ પોતાની દલીલ રજૂ કરતા જણાવ્યુ હતુ કે, માલ્યાના વકીલ અમિત દેસાઈએ જણાવ્યુ હતુ કે, તેના અસીલ દ્ગઇૈં છે અને તેમનુ સ્થાયી એડ્રેસ લંડનનુ છે. તેમનો દેશની સાથે વિદેશમાં પણ સારો એવો વ્યવસાય છે.
માલ્યા પર EDએ ૯૦૦૦ કરોડ રૂપિયાનુ દેવુ ન ચૂકવવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત, તેના પર કેટલાક દેવાને આમ-તેમ કરવાનો પણ આરોપ છે. દેસાઈએ EDની અપીલનો વિરોધ કરતા જણાવ્યુ હતુ કે, માલ્યાએ તેમની કંપનીઓને આપવામાં આવેલા દેવા મામલે ઋણ વસૂલી ન્યાયાધિકરણને પૂર્ણ સહયોગ આપ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY