સલમાને કાઢી ભડાશ..!! આમંત્રણ છતાં પ્રિયંકાના લગ્નમાં ગેરહાજર રહેશે

0
8

મુંબઈ,તા.૨૯
હજી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નના સમાચાર તાજા છે ત્યાં છે ત્યાં પ્રિયંકા ચોપડા અને નિક જાનાસના લગ્નની તૈયારીના ન્યૂઝ આવવાના શરૂ થઈ ગયા છે. ગઈ કાલે પ્રિયંકાના ઘરે ગણેશ પૂજા પછી પ્રિયંકા અને નિકનો પરિવાર લગ્ન માટે જાધપુર સુધી પહોંચવા મુંબઈથી જયપુરની ચાર્ટડ ફ્લાઇટમાં રવાના થઈ જાધપુર પહોંચી ગયો છે.
પ્રિયંકા ચોપડા ભલે વિદેશી મુરતિયા સાથે લગ્ન કરવાની હોય પણ તેના એમાં તમામ ભારતીય રિવાજા અને પરંપરાઓનું પાલન કરવામાં આવશે. આ લગ્ન અને રિસેપ્શનમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. જાકે મળતી ચોંકાવનારી માહિતી પ્રમાણે પ્રિયંકાના લગ્ન માટે સલમાન ખાનને આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાં તે આ લગ્નમાં હાજરી નહીં આપે. હાલમાં જ ફિલ્મ ‘ભારત’ને લઈને બન્નેની વચ્ચે વિવાદ થયો, જ્યારે શૂટિંગથી કેટલાક સમય પહેલા પ્રિયંકાએ આ ફિલ્મમાં કામ કરવાથી ઈન્કાર કર્યો હતો. સલમાને હવે પ્રિયંકાના લગ્નમાં હાજરી ન આપવાનો નિર્ણય કરીને પોતાની દુશ્મની કાઢી હોય એમ લાગે છે. સલમાનની સાથે પ્રિયંકાએ ‘મુઝસે શાદી કરોગી’ અને ‘ઓહ માઈ ગોડ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY