સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિકાસ સત્તામંડળ નામનું વિધેયક આખરે બહુમતીના જોરે પાસ કર્યા બાદ કેવડિયા માં ઠેરઠેર વિરોધ
રાજપીપળા : નર્મદા જીલ્લાના કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવનિર્માણ થવાના કારણે હાલ આદિવાસી વિસ્તારના ગામોની જમીનોને સરકાર દ્વારા એકવાયર કરવામાં આવી રહી છે જેમાં હાલ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે એક વિશેષ કાયદો પસાર કરવામાં આવ્યો છે. આ મામલે કેવડિયા ગામના લોકોએ ભેગા થઈ ભજન કીર્તન કર્યું હતું અને ભવ્ય રેલી કાઢી હતી. આ મહિલાઓ નદી કિનારે પહોંચી હતી જ્યાં તેમણે આ કાયદાનો વિરોધ કરવાની સપથ લીધી હતી. તેમજ જે કાયદો પસાર કરવામાં આવ્યો છે તેની કોપી નર્મદા નદીમાં વિસર્જન કરી આ કાર્યક્રમમાં પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આગામી દિવસોમાં તમામ ગામના લોકો વિરોધ કરતો કાર્યક્રમ કરશે અને ઉગ્ર કાર્યક્રમ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિકાસ સત્તામંડળ નામનું વિધેયક ભાજપ સરકારે આખરે બહુમતીના જોરે પાસ તો કરી દીધું છે. પરંતુ જેનો ઠેરઠેર વિરોધ થઇ રહ્યો છે. કેમકે સરકાર આ વિધેયક પસાર કરી આદિવાસીઓ ની જમીન મૂડી પતિઓને આપવાનો એક કારસો ઘડ્યો હોય એવા આક્ષેપ સાથે સરકાર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આવા વિરોધ વચ્ચે કેવડિયા સહીત આજુબાજુના 70 ગામોની મહિલાઓ નર્મદા નદી કિનારે જઈ વિધાન સભામાં રજુ થયેલા વિધેયક ની ઝેરોક્સ નકલો કઢાવી નર્મદા નદીના પાણીમાં ડુબાડી જળ સમાધિ આપવામાં આવી હતી અને આ કાળો કાયદો લાવ્યા નો સખત વિરોધ કર્યો હતો.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




