મહેસુલ વિભાગ ના કર્મચારીઓ ની હડતાળ ના ચોથા દિવસે સરકારી કચેરીઓ માં ધક્કે ચઢતા અરજદારો
નર્મદા જિલ્લા માં આ હડતાળ ના પગલે હજારો ગરીબ અરજદારો ભાડા ખર્ચી કચેરીઓના ધક્કા ખાઈ પરત ફર્યા

રાજપીપળા :હાલ સમગ્ર ગુજરાત રાજ્ય ના મહેસુલી કર્મચારીઓ એ પોતાની કેટલીક માંગો ને લઇ સરકાર સામે બાંયો ચઢાવી હડતાળ પર ઉતર્યા ને ચાર દિવસ થવા છતાં સરકાર તરફ થી નમતું ન મુકાતા ગુરુવારે રાજ્ય ના ૬ હજાર જેવા કર્મચારીઓ એ ગાંધીનગર ખાતે રેલી કાઢી હતી જેમાં નર્મદા જિલ્લા મહેસુલ વિભાગ ના ૬૦ જેટલા કર્મચારીઓ પણ જોડાયા હોવાનું નર્મદા મહેસુલી મંડળ ના પ્રમુખ કરણસિંહ રાજપુતે ટેલિફોનિક વાત માં જણાવ્યું હતું.
એક તરફ મહેસુલી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હોય બીજી તરફ સરકાર તેમની માંગો બાબતે નમતું ન જોખતા હાલ નર્મદા જિલ્લા માં આ હડતાળ ના કારણે હજારો ગરીબ અરજદારો લાગતી વળગતી કચેરીઓના ધક્કા ખાઈ પોતાની મજૂરી છોડી વાહન ભાડું ખર્ચી કામ ન થતા પરત ફરી રહ્યા છે. કેમ કે ભલે આ કર્મચારીઓ નો ચાર્જ મહેસુલી તલાટી ઓને અપાયો હોય પરંતુ એ ફક્ત નામનો જ હોય કોઈ ખાસ તલાટીઓ કચેરીઓ માં જતા ન હોય ફક્ત આંટા મારી ને જ ચાલ્યા જતા હોય જવાબદારી કોણ સંભાળે એ પ્રશ્ન વિકટ બન્યો છે.
રાજપીપળા ખાતે ની મામલતદાર,પ્રાંત કચેરી સહિત ની તમામ કચેરીઓ ચાર દિવસ થી સુમસામ નજરે પડે છે જ્યાં ફક્ત અરજદારો ટલ્લે ચઢે છે, કચેરી માં મહેસુલી કર્મચારીઓ ની જગ્યા પર કોઈ ચાર્જ સંભાળતું જોવા મળતું ન હોય આ હડતાળ નો અંત ક્યારે આવશે અને ટલ્લે ચઢતા અરજદારો ના કામ ક્યારે થશે તેની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા હોય સરકારે લોકો ના હિત માટે પણ વચગાળા નો નિર્ણય લેવો જોઈએ.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



