અમેરિકાએ ચીનથી થતા ૧૬ અબજ ડોલરના ઈમ્પોર્ટ પર ડ્યૂટી નાંખવાની જાહેરાત કરી

0
78

અમેરિકાએ ચીન પર બે મહિનામાં બીજી વાર ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવી
વોશિંગ્ટન,તા.૮
અમેરિકાએ ચીનથી થતાં ૧૬ અબજ ડોલર (૧.૦૯ લાખ કરોડ રૂપિયા)ના ઇમ્પોર્ટ પર ડ્યૂટી લગાવવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ૨૭૯ વસ્તુઓનું લિસ્ટ જાહેર કર્યુ છે જેના ઉપર ૨૫ ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી લાગશે. તેમાં મોટર સાઇકલ, સ્પીડો મીટર, એન્ટેના અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો સામેલ છે. નવા ટેરિફ ૨૩ ઓગસ્ટથી લાગુ થશે.
અમેરિકાની જાહેરાત બાદ બુધવારે ચીનના શેરમાર્કેટમાં ઘટાડો થયો છે. શાંઘાઇ કમ્પોઝિટ ઇન્ડેક્સ ૦.૫ નીચે આવી ગયો હતો.
સીએસઆઇ-૩૦૦ ઇન્ડેક્સમાં પણ ૦.૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો. ટ્રેડ વોરના કારણે આ વર્ષે ચીનના સ્ટોક માર્કેટને ઘણું નુકસાન થયું છે. ગત સપ્તાહે ચીનને પાછળ છોડી જાપાન વિશ્વનું બીજું સૌથી મોટું શેરમાર્કેટ બની ગયું.
૬ જુલાઇના રોજ અમેરિકાએ ચીનથી નિકાસ થતાં ૩૪ અબજ ડોલર (૨.૩૪ લાખ કરોડ રૂપિયા)ના સામાન પર ૨૫ ટકા ટેરિફ લાગુ કર્યો હતો. જેની સામે ચીનમાં પણ એટલું જ ટેરિફ લાગુ કર્યુ હતું. ગત બુધવારે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને પોતાના અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે, ચીનથી થતાં ૨૦૦ અબજ ડોલર (૧૩.૭૦ લાખ કરોડ રૂપિયા)ના વાર્ષિક ઇમ્પોર્ટ પર ટેરિફ ૧૦ ટકાથી વધારીને ૨૫ ટકા કરવા પર વિચાર કરો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY