શું જેના પર આરોપ છે એ અધિકારીઓ જ પોતાની તપાસ કરાવશે? : અરૂણ જેટલી
ન્યુ દિલ્હી,તા.૨૪
દેશમાં થઈ રહેલી સીબીઆઈ વિવાદ પછી કેન્દ્ર સરકારે પહેલી વખત આ વિશે મીડિયા સાથે વાત કરી છે. આજે નાણા પ્રધાન અરુણ જેટલી અને સૂચના પ્રસારણ મંત્રી રવિ શંકર પ્રસાદે સીબીઆઈ મુદ્દે મીડિયા સાથે વાત કરી હતી. બ્રીફિંગ દરમિયાન અરુણ જેટલીએ કહ્યું કે, સીબીઆઈ દેશની પ્રતિષ્ઠિત સંસ્થા છે. તેની ગરીમા જળવાઈ રહે તે માટે સરકાર પૂરતાં પ્રયત્નો કરી રહી છે. હાલ સીબીઆઈમાં વિચિત્ર અને દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ ઉભી થઈ છે. બે વરિષ્ઠ અધિકારીઓ સામે સવાલ ઉભા થયા છે. ડિરેક્ટરે અને એડિશનલ ડિરેક્ટરે એકબીજા પર આરોપ લગાવ્યા છે. આ તપાસ કોણ કરશે તે હવે સરકાર સામે પણ સવાલ છે. જાકે આ કેસ સરકારના અધિકાર ક્ષેત્રમાં નથી આવતો. તેથી સરકાર આ કેસની તપાસ કરશે નહીં. સરકાર માત્ર આ કેસમાં સુપરવિઝન જ કરી શકે છે.
સીબીઆઈ વિવાદ મામલે વિપક્ષ દ્વારા સરકાર ઉપર પણ આકરાં પ્રહાર કરવામાં આવ્યા છે. જાકે મીડિયા બ્રીફિંગમાં સરકારે આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
અરુણ જેટલીએ કહ્યું કે, આ મામલે સરકાર માત્ર સુપરવીઝન કરી શકે છે. મંગળવારે સીવસીએ જણાવ્યું કે, બંને અધિકારી આ આરોપોની તપાસ ન કરી શકે અને તેમના નેતૃત્વમાં તપાસ કરવી પણ મુશ્કેલ છે. તેથી જ્યાં સુધી આ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી આ બંને અધિકારીઓને કામથી મુક્ત કરી દેવા જાઈએ. આ તપાસ હવે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને સોંપવામાં આવે છે. અને જ્યાં સુધી એસઆઈટી તપાસ પૂરી નહીં કરી લે ત્યાં સુધી આ બંને અધિકારીઓને સીબીઆઈથી અલગ રાખવામાં આવશે.
જેટલીએ કહ્યું કે, અમે સીબીઆઈના કોઈ અધિકારીઓને દોષિત નથી માનતા. કાયદા પ્રમાણે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી અધિકારીઓને બહાર મોકલી દેવામાં આવ્યા છે. જા તપાસમાં તેમના આરોપો સાબીત ન થાય તો તેઓ તેમના કાર્યભાર પાછો સંભાળી શકે છે. પરંતુ નિષ્પક્ષ તપાસ થાય તે માટે જરૂરી હતું કે, તપાસના સમયગાળામાં તે અધિકારીઓને સીબીઆઈની બહાર રાખવામાં આવે.
જેટલીએ કહ્યું કે, સીવીસી સુપરવાઈઝર ઓથોરિટી છે અને તે એસઆઈટીનું ગઠન કરે છે. સરકારની આ કેસમાં કોઈ ભૂમિકા નથી અને સરકાર આ કેસમાં કોઈ ભૂમિકા નીભાવશે પણ નહીં. જેટલીએ જણાવ્યું કે, મંગળવારે સીવીસીની મીટિંગ થઈ અને બુધવારે સરકારે આ નિર્ણય કર્યો. તેથી સરકારની ભૂમિકા સામે સવાલ કરવા ખોટી વાત છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


