અમદાવાદ,તા.૧૬
સીબીએસઈ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરતાં ભૂલકાંઓને હવે સ્કૂલ બેગનો બોજા અને હોમવર્કમાંંથી મુક્તિ મળી છે. સીબીએસઈ બોર્ડ સંલગ્ન શાળાઓમાં બોર્ડે ધોરણ ૨ સુધીના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને હોમવર્કમાંથી મુક્તિ આપવાનો આદેશ કર્યો છે.
સીબીએસઈ અને ગુજરાત બોર્ડની શાળાઓમાં ભણતા લાખો વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનો બોજા અને વધુ પડતું હોમવર્ક કરાવાતું હોવાની ફરિયાદો થતી હતી. તાજેતરમાં મદ્રાસ હાઇકોર્ટે ચુકાદો જાહેર કર્યા બાદ બોર્ડે કડકાઈભર્યું વલણ અપનાવ્યું છે.
એટલું જ નહીં આ ઉપરાંત શાળાઓમાં ધોરણ આઠ સુધીમાં અન્ય કોઈ સ્ટેશનરી,પાઠ્યપુસ્તકોનો ઉપયોગ કરવાના બદલે વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે એનસીઇઆરટીનો અભ્યાસક્રમ લાગુ કરવાનો આદેશ કરાતા સીબીએસઈ શાળાઓમાં ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓ માટે આગામી શૈક્ષણિક વર્ષથી સીબીએસઈનો કોર્સ અમલી થશે.તાજેતરમાં મદ્રાસ હાઇકોર્ટે ચુકાદો જાહેર કર્યા બાદ બોર્ડે કડકાઈભર્યું વલણ અપનાવ્યું છે.
અમદાવાદ શહેરમાં ૫૦થી વધુ સીબીએસઈ શાળાઓ છે. જોકે કેન્દ્રીય વિદ્યાલયોમાં તો પહેલેથી ધોરણ ૨ સુધીનાં બાળકોને હોમવર્ક અને ભારે સ્કૂલ બેગમાંથી મુક્તિ આપવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



