PSI-રાઈટરે દુષ્કર્મ કેસમાં નામ ન ખોલવા માટે ૧૦ હજારની લાંચ માંગી હતી

0
43

રાજકોટ,તા.૧૬
રાજકોટમાં મહિલા પોલીસ સ્ટેશનમાં એસીબીએ ટ્રેપ કરી હતી. જેમાં મહિલા પીએસઆઇ અને રાઇટરે દુષ્કર્મના કેસમાં વધુ નામ ન ખોલવા માટે ૧૦ હજાર રૂપિયાની લાંચ માગી હતી.જો કે લાંચની રકમ આવવા સમયે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી, જેમાં બન્નેના નામ ખુલ્યા હતા. હાલ બન્નેની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક વિગત મુજબ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ એચ.ડી. સોલંકીએ દુષ્કર્મના એક કેસમા વધુ વ્યક્તિઓના નામ આરોપી તરીકે ન મુકવા માટે ૨૫ હજારની માંગ કરી હતી. જેના ભાગરૂપે ૧૦ હજાર રૂપિયા આજે આપવાના હતા. જેમાં રાઇટર હાજીભાઇ તે સ્વીકારવા જતા જ એસીબીના છટકામાં આવી ગયા હતા. મહિલા પીએસઆઇ વતી રાઇટરે લાંચ સ્વીકારી હોવાનું જાણવા મળ્યું હતું. જો કે હાલ એસીબીએ બન્નેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY