રાયબરેલી બેઠક પરથી સોનિયા ગાંધી નહિ પ્રિયંકા વાડ્રા ચૂંટણી લડશે..!!?

0
23


ન્યુ દિલ્હી,તા.૪
આગામી લોકસભાની ચૂંટણીમાં માત્ર આઠ માસનો સમય બાકી બચ્યો છે. તેવામાં સત્તાધારી ભાજપ અને વિપક્ષી દળો પોતપોતાની તૈયારીમાં લાગી ગયા છે. સૌથી મોટા વિપક્ષી દળ કોંગ્રેસે ૨૦૧૯ની ચૂંટણીઓને લઈને તૈયારીઓ શરૃ કરી છે. સૂત્રોને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.
કોંગ્રેસના ટોચના સૂત્રોનું કહેવું છે કે પ્રિયંકા ગાંધીની ચૂંટણી લડવાની સંભાવના નકારી શકાય તેમ નથી. તો કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને ટાંકીને સૂત્રોનું કહેવું છે કે રાયબરેલીથી કોણ ચૂંટણી લડશે..તેના સંદર્ભે હજી સોનિયા ગાંધી સાથે વાત થવાની છે. તેમની સાથેની વાતચીત બાદ રાયબરેલી લોકસભા બેઠક મામલે નિર્ણય લેવામાં આવશે.
રાયબરેલીની બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક છે. આ બેઠક પરથી ગાંધી પરિવારના સદસ્ય જ ચૂંટણી લડતા આવ્યા છે. હાલ રાયબરેલીથી સોનિયા ગાંધી લોકસભાના સાંસદ છે. તેઓ આ બેઠક પરથી યોગ્ય વિકલ્પની તલાશમાં છે અને પ્રિયંકા ગાંધી રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.
પ્રિયંકા ગાંધી તેમના માતા સોનિયા ગાંધી અને ભાઈ રાહુલ ગાંધી માટે રાયબરેલી અને અમેઠીમાં ચૂંટણી પ્રચાર કરી ચુક્યા છે અને લોકોની વચ્ચે તેમની લોકપ્રિયતા પણ વધારે છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY