મુંબઈ,તા.૧૦
સલમાન ખાન પોતાની પર્સનલ લાઇફમાં જેટલો જલ્દી ગુસ્સે થઇ જાય છે તેટલો જ તે મસ્તીખોર પણ છે. નવરાશની પળોમાં તે વધારેમાં વધારે સમય પોતાના પરિવારજનો સાથે પસાર કરે છે. તાજેતરમાં જ તે પોતાના ભાણિયા આહિલ સાથે મસ્તીખોર અંદાજમાં જાવા મળ્યો.
પોતાની બહેન અર્પિતાના દિકરા આહિલ સાથે નવરાશની પળો માણતા સલમાનનો એક વિડિયો અર્પિતાએ જ શેર કર્યો છે. આ દરમિયાન તે આહિલ સાથે પેઇન્ટિંગ જોવા મળ્યો. બંને મામા-ભાણિયાએ જે રીતે પેઇન્ટિંગ કરી તે જાઇને તમે હસી નહી રોકી શકો.
અર્પિતાએ ઇન્સ્ટાગ્રામ પર આ વિડિયો શેર કરતાં લખ્યું કે-મામૂ સાથે આહિલની કેનવાસ પર પહેલી પેઇન્ટિંગ. વિડિયોને યુઝર્સ ખૂબ જ પસંદ કરી રહ્યાં છે અને આ વિડિયો વાયરલ પણ થઇ રહ્યો છે.
વિડિયોમાં સલમાન પોતાના ભાણિયાને પેઇન્ટિંગ કરતાં શીખવી રહ્યો છે. પરંતુ તેમાં રસપ્રદ બાબત એ છે કે બંને કેનવાસના બદલે પોતાના કપડા પર જ પેઇન્ટિંગ કરી રહ્યાં છે. આહિલના કપડા રંગથી ખરાબ થઇ ગયા છે. તેવામાં સલમાન પણ જમીન પર આળોટતો જાવા મળી રહ્યો છે.
પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો સલમાન ભારતના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં કેટરિના કૈફ પણ તેની સાથે જાવા મળશે. આ ઉપરાંત બિગબાસ ૧૨ આૅનએર થવાની તૈયારીમાં છે. આ શા ૧૬ સપ્ટેમ્બરથી આૅનએર થશે.
સલમાને આ ઈન્ટરવ્યૂ વખતે કહ્યું, કે હું લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ભાગ છું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




