‘કર નાટક’: રાજકારણમાં ગરમાવો,કુમારસ્વામી મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર

0
4

કોંગ્રેસ પોતાના ધારાસભ્યો પર લગામ લગાવે,તમામ હદો પાર કરી
ગઠબંધનની સરકારને સાત મહિના થયા છતાં વિકાસના નામ પર કંઇ થયુ નથીઃ કોંગ્રેસ ધારાસભ્ય એસટી સોમશેખર
બેંગ્લુરુ,તા.૨૮
કર્ણાટકના મુખ્યમંત્રી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ સિદ્ધારમૈયા કેમ્પની તરફથી થઇ રહેલા પ્રહારોથી કંટાળી પદ છોડવાની ધમકી આપી દીધી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યો પોતાની હદ પાર કરી રહ્યા છે અને કાંગ્રેસ નેતા તેમના પર લગામ લગાવે. આપને જણાવી દઇએ કે કુમારસ્વામીનું નિવેદન એવા સમય પર આવ્યું છે જ્યારે સિદ્ધારમૈયાના સમર્થક ધારાસભ્યોએ પોતાના સીએમ ગણાવ્યા હતા.
કર્ણાટકના સીએમ કુમારસ્વામીએ સોમવારના રોજ સિદ્ધા સમર્થકોના નિવેદન પર મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે કોંગ્રેસ નેતૃત્વ એ આ બધા મુદ્દાઓને જાવાના રહેશે. હું આને લઇ ખાસ ચિંતામાં નથી. જા તેઓ આ બધાનો સાથ ચાલુ રાખવા માંગે છે તો હું પદ છોડવા માટે તૈયાર છું. તેઓ સીમા રેખા લાંઘી રહ્યા છે કાંગ્રેસના નેતાઓએ તેમના ધારાસભ્યોને નિયંત્રણમાં રાખવા પડશે.
આ બધાની વચ્ચે સીએમ કુમારસ્વામીની પદ છોડવાની ધમકી પર કોંગ્રેસની તરફથી પણ નિવેદન આવ્યું છે. રાજ્યના ડેપ્યુટી સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જી.પરમેશ્વરા એ કહ્યું કે સિદ્ધારમૈયા સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી રહ્યા છે. તેઓ આપણા કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા છે. ધારાસભ્યો માટે તેઓ (સિદ્ધારમૈયા) સીએમ છે. તેમણે પોતાનું મંતવ્ય મૂકયું છે. તેમાં ખોટું શું છે? અમને (કર્ણાટકના સીએમ એચડી કુમારસ્વામી) તેમનાથી ખુશી છે.
તાજા વિવાદની શરૂઆત એ સમયે થઇ જ્યારે સિદ્ધારમૈયાના સમર્થકોએ રવિવારના રોજ એક ઇવેન્ટમાં તેમનું સ્વાગત કર્યું. આ દરમ્યાન તેઓ કોંગ્રેસના મંત્રી સી.પુત્તરંગા શેટ્ટીની સાથે હાજર હતા.
તેમના સમર્થકો એ અહીં કહ્યું કે પોતાના નેતા (સિદ્ધારમૈયા)ને હજુ પણ સીએમ માને છે. કર્ણાટકની સરકાર પર પ્રહારો કરતાં કોંગ્રેસના ધારાસભ્ય એસટી સોમશેખરે કહ્યું કે ગઠબંધનની સરકારને ૭ મહિના થઇ ચૂકયા છે પરંતુ વિકાસના નામ પર કંઇ કર્યું નથી. જો સિદ્ધારમૈયાને સીએમ તરીકે પાંચ વર્ષ વધુ મળે છે તો અમને યોગ્ય રીતે વિકાસ જોવા મળતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY