કેન્સર પીડિતો માટે ૨૫ સપ્ટેમ્બરથી સરકારની ખાસ યોજના, દાખલ થયા વગર મળશે લાભ

0
14

ન્યુ દિલ્હી,તા.૨૮
કેન્સર પીડિતો માટે મોદી સરકારની મહત્વકાંક્ષી ભારત રા સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો ફાયદો મેળવવા હવે દર્દીએ હોસ્પિટલમાં ભર્તી થવાની જરૂર નહી પડે. સોમવારે આ માટે એક ખાસ દિશા નિર્દેશ જાહેર કરવામાં આવતા કેન્સર પીડિતોને હવે આ યોજનાથી ખાસ લાભ મળશે. કેન્સર પીડિતોને હવે પોતાના ખિસ્સામાંથી કોઈ ખર્ચ કરવાનો રહેશે નહી. ૨૫ સપ્ટેમ્બરે આ યોજના લાન્ચ કરવામાં આવશે એ પહેલા જ સ્વાસ્થ્ય મંત્રાલય માહિતીને ગુપ્ત રાખવા (ડેટા પ્રાઈવસી) તથા સુચના સુરક્ષા નીતિ (ઈન્ફોર્મેશન સિક્યોરીટી પોલિસી જાહેર કરી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડાએ જણાવ્યુ હતુ કે યોજનામાં ૧,૩૦૦થી વધુ સુવિધાઓ મળશે. બીમારીના નિદાનથી લઈને દવાનો ખર્ચ તેમાં સમાવેશ થાય છે. લાભાર્થિયો આ યોજનાનો લાભ દેશભરની કોઈપણ હોસ્પિટલમાં ઉઠાવી શકે છે.
સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યુ કે આ ઈશ્યોરન્સ યોજનામાટે લોગો જાહેર કરવામાં આવ્યો છે સાથે સાથે આ યોજના માટે કોઈ રજીસ્ટ્રેશનની જરૂર રહેશે નહી. આ સાથે જ નકલી વેબસાઇટોને ચેતવણી આપતા કહ્યું છે કે જા કોઈ એજન્ટ લાભાર્થિઓ પાસેથી પૈસા પડાવશે તો તેમની સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડાએ જણાવ્યુ હતુ કે બીમાર અને લાભાર્થીઓની તમામ માહિતી ખુબ જ ગુપ્ત રાખવામાં આવશે. આ માટે ૯૪થી વધારે એકમો સ્થપાશે જે માહિતીને ગુપ્ત રાખવામાં મદદ કરશે.
સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યુ કે આ યોજનાનો ૫૫ કરોડ લોકો ફાયદો ઉઠાવશે એટલેકે ૧૦.૭૪ કરોડ પરિવારનો તેમા સમાવેશ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ૨૯ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી અનુમતિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY