ડીએમકેના નવા અધ્યક્ષ સ્થાને કરુણાનિધિનાં દીકરા સ્ટાલિનની નિમણુંક

0
59

ચેન્નાઈ,તા.૨૮
તમિલનાડુના રાજકારણમાં આજે પેઢી પરિવર્તન થવા જઈ રહ્યું છે. ડીએમકે પ્રમુખ અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ. કરુણાનિધિના નિધન પછી તેમનો દીકરો એમ.કે સ્ટાલિનની પાર્ટી જનરલ બેઠકમાં બહુમતીથી અધિયક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે. સ્ટાલિન છેલ્લાં ઘણાં સમયથી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ હતા પરંતુ હવે તેમણે ઔપચારિક રીતે જ પાર્ટીની કમાન સંભાળી લીધી છે. પાર્ટીની જનરલ કોઉન્સિલિંગ બેઠકમાં અંદાજે ૫,૦૦૦ કાર્યકર્તાઓ હાજર રહ્યા છે.
જાકે પાર્ટીમાં અધ્યક્ષ પદ માટે માત્ર સ્ટાલિનનું નામ જ નોમિનેટ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી ડીએમકેના ઈતિહાસમાં સ્ટાલિન પાર્ટીનું અધ્યક્ષ પદ સંભાળનાર બીજા જ નેતા છે. આ પહેલાં કરુણાનિધિ ૪૯ વર્ષ સુધી પાર્ટીના અધ્યક્ષ રહ્યા હતા.
નોંધનીય છે કે, સ્વર્ગસ્થ પિતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કરુણાનિધિ બીમાર હોવાના કારણે મોટાભાગનો સમય ઘરે જ પસાર કરતાં સ્ટાલિનને જાન્યુઆરી ૨૦૧૭માં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
આ દરમિયાન સ્ટાલિનને ભાઈ અલાગિરીએ ચેતવણી આપી હતી કે, જા તેમને પાર્ટીમાં જગ્યા આપવામાં નહીં આવે તો તેમણે ખૂબ ખરાબ પરિણામ માટે તૈયાર રહેવું પડશે.
સ્ટાલિનના મોટા ભાઈ એમ.કે અલાગિરીને તેમના નેતૃત્વનો વિરોધ કરવા માટે કરુણાનિધિએ પાર્ટી વિરોધી કાર્ય કરવા બદલ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. તેઓ પેટાચૂંટણીમાં ડીએમકેનો વિરોધ કરી શકે છે.
સ્ટાલિને પાર્ટીની કમાન સંભાળી લીધી છે જ્યારે અલાગિરીએ આગામી ૫ સપ્ટેમ્બરે એક મોટી રેલીનું આયોજન કર્યું છે. આ રેલીની સાથે જ તેઓ તેમની ભવિષ્યની રણનીતિની જાહેરાત કરે તેવી શક્્યતા છે.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY