કૈલાસ માનસરોવરની યાત્રા પર ગયેલા ૧૫૦ યાત્રાળુ તિબેટમાં ફસાયા

0
10

ચેન્નાઈ,તા.૨૮
કૈલાસ માનસરોવરની યાત્રાએ નીકળેલા ૧૫૦ જેટલા ભારતીયો તિબેટમાં ફસાયાની જાણકારી છે. યાત્રીઓમાં મોટે ભાગે સિનીયર સિટિઝનનો સમાવેશ થાય છે. સૂત્રો મુજબ ભારે વરસાદને લીધે કૈલાસ માનસરોવરનો રસ્તો ધોવાઇ જતા યાત્રીઓ મુસીબતમાં મૂકાયા છે. છેલ્લા ૫ કલાકથી યાત્રીઓને ખાવા-પીવાની સગવડ નથી મળી.
સૂત્રો મુજબ યાત્રીઓ છ બસો અને કેટલીક એસયૂવી કારમાં કૈલાસ માનસરોવરની યાત્રાથી પરત ફરતા તિબેટના સાગા અને કેરૂંગ વિસ્તારની વચ્ચે ક્્યાંક ફસાયેલા છે, રોડ ધોવાઇ જવાથી તેઓ આગળ નથી વધી શકતા કે પાછા પણ જઇ શકતા નથી. મુખ્ય માર્ગ પર બ્રિજ બનાવાની કામગીરી ચાલતી હોવાથી તેમને જૂના રોડનું ડાઇવર્ઝન અપાયું હતું, જે પૂર આવતાં ધોવાઇ ગયો હતો. ખરાબ નેટવર્કને લીધે તેઓ ચીનમાં સ્થિત ભારતીય દૂતાવાસમાં મદદ માટે પણ સંપર્ક સાંધી શક્્યા નથી, જા કે કામદોરોએ રોડ બનાવાની કામગીરી ચાલુ કરી દીધી હોવાથી તેઓને આશા છે કે જલ્દી જ કોઇ મદદ મળશે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY