૫રેશ ધાનાણીનો બંગલો બાબુ બોખીરીયા ખાલી નથી કરતા !

0
124

ગાંધીનગર,
તા.૧/૪/૨૦૧૮

પરેશ ધાનાણી વિપક્ષ નેતા બન્યાને ૩ મહિના થઈ ગયાં. જાકે પરેશ ઘાનાણીએ સરકારી ગાડી અને સરકારી ગાર્ડ લેવાનો ઇનકાર કર્યો છે. પરંતુ તેમને જે સરકારી બંગલો ફાળવામાં આવ્યો છે. તે હજુ પણ પૂર્વ પ્રધાન બાબુ બોખરીયાએ ખાલી નથી કર્યો.

ભાજપની નવી સરકારમાં બાબુ બોખરીયાને પ્રધાનમંડળમાં સ્થાન નથી મળ્યું. તેમ છતાં મંત્રી નિવાસસ્થાનમાં રહેવાનાં અભરખાં છે. મંત્રી નિવાસ સ્થાનનો પાંચ નંબરનો બંગલો વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીને સરકાર દ્વારા ફાળવામાં આવ્યો છે. પરતું ત્રણ મહિનાં બાદ પણ બાબુભાઈને મંત્રી નિવાસ છોડવું ગમતુ નથી. નવાઈની વાત એ છે કે બાબુ બોખરીયા પાસે ગાંઘીનગરમાં પોતાનુ મકાન છે. જે મકાનની જમીન સરાકાર દ્વારા ધારસભ્યોને ફાળવામાં આવતી જમીન પર બનાવામાં આવ્યું છે. તેમ છતાં પણ બોખરીયા પોતાનાં મકાનામાં રહેવા નથી ગયાં. અને મંત્રીનિવાસ પર જ કબજા જમાવીને બેઠાં છે.

લોકશાહીમાં વિપક્ષના નેતાનું સ્થાન મુખ્યપ્રધાન સમાન હોય છે. ત્યારે વિપક્ષના નેતા ૩ મહિનાથી ગાંઘીનગરમાં સરકારી બંગલા વગર રહે છે. બીજી તરફ બાબુ બોખરીયા બાળકોના ભણતરનું કારણ જાણાવી પ્રધાનપદે ન હોવાં છતાં મંત્રી નિવાસસ્થાનમાં આરામ ફરમાવી રહ્યાં છે. અનેક વખત વિરોધ પક્ષના કાર્યલય દ્રારા બંગલા ખાલી કરાવવાં માટે રજુઆતો કરવા છતાં પણ હજુ બંગલો ખાલી નથી થયો. ત્યારે બાબુ બોખરીયા હજુ પણ મંત્રી બનવાનાં સપના જાઈ રહ્યાં હોઈ તેવુ લાગે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY