યુવતીને ભગાડી જનાર ફકીર બે સંતાનનો પિતા નીકળતા હાહાકાર

0
101

વાપી,
તા.૧૪

ફકીર ૩ વર્ષ બાદ દાહોદથી ઝડપાયો

સેલવાસમાં યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ફકીર બાબા મુંબઈ લઈ ગયા બાદ શારીરિક શોષણ કર્યું હતું. આ કેસમાં પોલીસે ત્રણ વર્ષ બાદ આરોપીને દાહોદથી ઝડપી જેલ ભેગો કર્યો છે. સન ૨૦૧૫માં ઘરે ઘરે ફરતો ફકીર બાબા યુવતી સાથે મિત્રતા કેળવી મુંબઈ લઈ ગયો હતો. સન ૨૦૧૫માં સેલવાસમાં ઘરે ઘરે ફરતો અબ્દુલ અઝીઝ અબ્દુલ રહેમાન શેખ (ઉ.વ.૩૮) નામનો ફકીર બાબા એક પરિવારને ત્યાં રોજ જતો હતો. અને પરિવારની ૧૯ વર્ષીય યુવતી કામીની (નામબદલ્યું છે)ને પોતાની માયાજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી મુંબઈ લઈ ગયો હતો. મુંબઇમાં ફકીર બાબાએ કામીની સાથે અવાર નવાર શારીરિક સંભોગ કર્યો હતો.

દરમિયાન કામીનીને ફકીર બાબા અબ્દુલ શેખ બે સંતાનનો પિતા હોવાની જાણ થઇ હતી. પાંચ મહિના બાદ કામીની તેની ચુંગલમાંથી છૂટી સેલવાસ ઘરે આવી હતી. કામીની મુંબઈથી સેલવાસ આવી ગયા બાદ અબ્દુલ શેખે તેને બદનામ કરવા તેના સગા-સંબંધીને અગત પળોના ફોટો મોકલાવી ધાકધમકી આપી હતી. જેથી કામીનીના પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી. ફકીર બાબાને પકડવા પોલીસે ભારે શોધખોળ આદરી હતી પણ તે મળ્યો ન હતો. દરમિયાન બાતમી આધારે પોલીસની ટીમ ઈન્દોર, રતલામમાં તપાસ કર્યા બાદ દાહોદ પહોંચી સ્થાનિક પોલીસની મદદથી એક દરગાહ પરથી આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY