ચાલુ સ્કૂલબસમાં વિધાર્થીને પાટું મારી બહાર ફેંકી દેતો વિડીયો વાયરલ

0
1

રાજકોટ,તા.૩૦
માતા પિતા પોતાના બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે સ્કૂલ મોકલતા હોય છે, સ્કૂલમાં ગયા પછી બાળકોની જવાબદારી સ્કૂલ સંચાલકોની હયો છે, જેમાં ખાસ કરીને બાળકોને લઇ જવા કે મૂકી જવા માટે પૂરતુ ધ્યાન રાખવાની જવાબદારી સ્કૂલ સંચાલકોની હોય છે, જા કે રાજકોટની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, આ ઘટના જાઇને ભલભલા વાલીઓના રૂંવાટા ઉભા થઇ શકે. તમને પણ ચિંતા થશે કે સ્કૂલે જતું તમારું બાળક કેટલું સલામત છે.
હાલ સોશિયલ મીડિયા પર સ્કૂલ બસના સીસીટીવીનો વીડિયો વાયરલ થયો છે, કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો રાજકોટનો છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે સફેદ યુનિફોર્મ પહેરીને સ્કૂલના બાળકો સ્કૂલબસમાં બેઠા છે. એક વિદ્યાર્થી બસના દરવાજા પાસે ઉભો છે, અચાનક સીટ પર બેઠેલા અન્ય એક વિદ્યાર્થીએ દરવાજા પાસે ઉભેલા બાળકને પાછળથી લાત મારી, દરવાજા પર ઉભેલો વિદ્યાર્થી બસ નીચે પટકાયો. થોડીવાર બાદ બસ ચાલુ પણ થઇ ગઇ. જા કે વિદ્યાર્થીઓએ બૂમાબૂમ કરતાં બસ રોકવામાં આવી અને નીચે પડેલા વિદ્યાર્થીને બસમાં બેસાડવામાં આવ્યો હતો.
અચાનક સીટ પર બેઠેલા અન્ય એક વિદ્યાર્થીએ દરવાજા પાસે ઉભેલા બાળકને પાછળથી લાત મારી, ઘટનાના વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે સ્કૂલ બસ શહેરના કોઇ ગીચ વિસ્તારનો છે, આસપાસ ટ્રાફિક પણ ઘણો છે, એવામાં બસમાં મજાક મજાકમાં એક વિદ્યાર્થીએ કરેલી મજાકનું કેટલું ગંભીર પરિણામ આવ્યું હોત તેની કલ્પના તમે કરી શકો છો.
એક વિદ્યાર્થી બીજા નાના વિદ્યાર્થીને ચાલુ બસે પાટું મારતા બહાર ફંગોળાઇ રસ્તા પર ગબડી પડે છે. જા કે મોટી દુર્ઘટના ટળી હતી. પાછળ હોન્ડા ચાલકે બાળકને લઈ ફરી બસમાં મૂકી ગયો હતો. સીસીટીવીમાં બહાર કોઈ મહિલા કાઠીયાવાડી બોલી રહી છે. આથી વાઇરલ સીસીટીવી સૌરાષ્ટ્રના કોઇ વિસ્તારનો હોય શકે. સોશિયલ મીડિયામાં આ વીડિયો રાજકોટ કે ગોંડલનો હોય તેવા મેસેજ ફરી રહ્યા છે. પરંતુ હજી સ્કૂલ તરફથી કોઇ પ્રતિભાવ મળ્યો નથી. ડ્રેસ જાઇ દિલ્હી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી હોવાની પણ વાત હાલ ચાલી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY