ન્યુ દિલ્હી,તા.૩૦
હવે ખાંડ મોંઘી થઇ શકે છે. દેશમાં ખાંડની મિલોના સંગઠન ઇન્ડિયન શુગર મિલ્સ એસોસિયેશન (આઇએસએમએ)એ ૨૦૧૮-૧૯ના ચાલુ વર્ષ માટે ખાંડના ઉત્પાદન અનુમાનમાં ૪૦ લાખ ટનનો કાપ મૂક્યો છે. આઇએસએમએ દ્વારા જણાવવામાં આવ્યા મુજબ ૨૦૧૮-૧૯ની સિઝન દરમિયાન દેશમાં ૩૧૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાનું અનુમાન છે.
આ અગાઉ જુલાઇમાં એસોસિયેશને જ્યારે અનુમાન જારી કર્યું હતું ત્યારે ૩૫૦-૩૫૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાની શક્યતા જાહેર કરી હતી. ગઇ સાલ ૨૦૧૭-૧૮માં દેશમાં ૩૨૨.૫૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે.
આઇએસએમએએ જણાવ્યું છે કે ખાંડના સૌથી મોટા ઉત્પાદક રાજ્ય ઉત્તરપ્રદેશમાં આ વર્ષે ૧૨૧ લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાનું અનુમાન છે. ગત સિઝન દરમિયાન ઉત્તરપ્રદેશમાં ૧૨૦.૪૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું.
આઇએસએમએના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં આ વર્ષે ૧૧૦થી ૧૧૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાની સંભાવના છે. ગઇ સાલ ત્યાં ૧૦૭ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. કર્ણાટકમાં પણ ઉત્પાદન અનુમાનને જુલાઇના ૪૪.૮ લાખ ટનથી ઘટાડીને ૪૨ લાખ ટન કર્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



