ચંડીગઢ,તા.૧૯
પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને કોંગ્રેસ નેતા નવજાત સિંહ સિદ્ધુની અંદરની લડાઈ હવે સપાટી પર આવતી હોય તેવું લાગી રહ્યું છે. અમરિંદરે રવિવારે પત્રકારને કહ્યું કે, સિદ્ધુ મારા સ્થાને સીઅમે બનવા માંગે છે. સિંહે આરોપ લગાવ્યો કે, સિદ્ધુ કોંગ્રેસની છબિ બગાડી રહ્યા છે, પાર્ટીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.
કેપ્ટને સિદ્ધુ પર નિશાન સાધતાં કહ્યું કે, જા તેઓ અસલી કોંગ્રેસી હોત તો તેઓ પોતાની ફરિયાદો માટે પંજાબ ચૂંટણીનો સમય ન પસંદ કરતા. પટિયાલામાં મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહેલા કેપ્ટને પત્રકારોને અનૌપચારિક રીતે સિદ્ધુ પર હુમલો કર્યો.
કેપ્ટને કહ્યું કે, એ પાર્ટી હાઈકમાન્ડ પર નિર્ભર કરે છે કે તેઓ સિદ્ધુની વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે પરંતુ એક પાર્ટી તરીકે કોંગ્રેસને અનુશાસનહીનતા સહન ન કરવી જોઈએ. તેઓએ કહ્યું કે મારી તેમની સાથે કોઈ અંગત ફરિયાદ નથી, તેમને હું નાનપણથી ઓળખું છું. સંભવતઃ તેઓ મહાત્વાકાંક્ષી છે અને સીએમ બનવા માંગે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




