રાહુલજી તમારી દાદી,માતા ખેતરમાં લોટો લઇને ગયા હોત ખબર પડી હોત : રાજવીરસિંહ

0
11

ભાજપનું આ જ સ્તર છે,દેશની મહિલાઓએ ધ્યાન રાખવાનું છેઃ કોંગ્રેસ
મહોબા,તા.૨૯
લોકસભા ચૂંટણી-૨૦૧૯ દરમિયાન રાજકીય નેતાઓ બેફામ અને વિવાદિત નિવેદનો આપી રહ્યાં છે. હવે ભાજપના સાંસદ રાજવીર સિંહે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના માતા સોનિયા ગાંધી અને દાદી ઇન્દિરા ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. બીજી તરફ, રાજવીરસિંહના નિવેદન પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા રેણુકા ચૌધરીએ પલટવાર કરતાં કહ્યું કે, ‘આ પાર્ટીના વડાપ્રધાન સંસદમાં કોઈ મહિલાને ‘શૂર્પણખા’ કહી શકે છે, તો પછી આ પાર્ટી સાથે જાડાયેલાં અન્ય લોકો પાસે શું આશા રાખી શકાય ?’
મહોબા ખાતેની ચૂંટણી રેલીમાં ભાજપના સાંસદ રાજવીર સિંહે ગામ-ગામ શૌચાલયના મુદ્દા પર કોંગ્રેસ તરફથી કરવામાં આવેલાં સવાલો પર પ્રતિક્રિયા આપતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રાજવીરસિંહે કહ્યું હતું કે, ‘કોંગ્રેસ કહી રહી છે કે અમે શૌચાલયની વાત કરી રહ્યાં છે. ખૂબ નાનુ દિમાગ છે. રાહુલજી, જો તમારી દાદી અને તમારી માતા ખેતરમાં લોટો લઈને ગયા હોત, તો ખબર પડી હોત.’
રાજવીરના આ નિવેદન પર પ્રતિક્રિયા આવતાં રેણુકા ચૌધરીએ કહ્યું હતું કે, ‘શું આપણે ભાજપના સ્તરને લઈને આશ્ચર્યચકિત છીએ ? આ પાર્ટીના વડાપ્રધાન સંસદમાં કોઈ મહિલાને ‘શૂર્પણખા’ સંબોધી શકે, તો પછી એમનું શું. ભાજપનું આ જ સ્તર છે. દેશની મહિલાઓએ ધ્યાન રાખવાનું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY