પંજાબ-હરિયાણામાં કોઇ પણ ધાર્મિક સ્થળ પર માઇક વાપરવા પર પ્રતિબંધ

0
186

ચંડીગઢ,તા.૨૬
પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે રાજ્યના કોઇ પણ ધાર્મિક સ્થળ પર પરવાનગી વિના માઇક્રોફોન વાપરવા પર પ્રતિબંધ ફરમાવતો ચુકાદો આપ્યો હતો. આ એક ઐતિહાસિક ચુકાદો ગણી શકાય.
હાઇકોર્ટે કહ્યું હતું કે આ આદેશ તમામ ધર્મના લોકોને લાગુ પડે છે. અગાઉથી પરવાનગી વિના ધાર્મિક સ્થળો પર માઇક લગાડવામાં આવશે તો સંબંધિતો સામે કાયદેસર પગલાં લેવામાં આવશે. અનિવાર્ય સંજોગોમાં પરવાનગી વિના માઇક લગાડનારી ધાર્મિક સંસ્થાએ એ ધ્યાનમાં રાખવું પડશે કે અવાજની તીવ્રતા દસ ડેસિબલથી વધુ ન હોય.
હાઇકોર્ટે વધુમાં કહ્યું હતું કે જે તે વિસ્તારના પોલીસ વડા આ પ્રતિબંધનો અમલ કરાવવા માટે જવાબદાર ગણાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY