મહિનામાં ચરબી ઘટી શકે.

0
32

એક સમય હતો જ્યારે કોઇ પેટ બહાર નિકળેલી વ્યક્તિબહાર નિકળતી હતી ત્યારે લોકો કહેતા હતા કે અમર ખાનદાનમાંથી છે. જા કે હવે સમય બદલાઇ ગયો છે. હવે સમય સિક્સ પેક્સનો છે.

શરીરના કુલ ફૈટના પ્રમાણથી વધારે જરૂરી હવે ફેટના શરીરમાં યોગ્ય યોગદાન. જાણકાર લોકો કહે છે કે સમગ્ર શરીરમાં ફેટ વધારે હોવાની બાબત એટલી ખતરનાક નથી જેટલી ખતરનાક બાબત પેટની આસપાસ ફેટ છે. પુરૂષો માટે ૪૦ ઇંચથી વધારે અને મહિલાઓ માટે ૩૫ ઇંચથી વધારે કમર કદ સ્થુળતા સાથે સંબંધિત બિમારીનુ કારણ બને છે. આવીસ્થિતિમાં પહેલાથી જ સાવધાની રાખવામાં આવે તે જરૂરી છે. કેટલીક સરળ કસરત અને યોગાસન કરીને પેટની આસપાસની ચરબીને કાબુમાં રાખી શકાય છે. એરોબિક એક્સરસાઇઝ, વોકિંગ, સ્વમિંગ, જાગિંગ, સાયકલિંગ જેવી કસરત ખુબ આદર્શ પુરવાર થાય છે. વધારાના વજનને ઘટાડી દેવા માટે સાયકલિંગ સૌથી સારી બાબત છે.

દરરોજ આશરે ખુલ્લામાં એક કલાક સાયકલ ચલાવવામાં આવે તો ૩૦૦ કેલોરી બર્ન થઇ જાય છે. જાગિંગ પણ કસરતના એક લોકપ્રિય તરીકા તરીકે છે. આના કારણે હાર્ટની પંમ્પગ ક્ષમતામાં વધારો થાય છે. દરરોજ બે કિલોમીટર જાગિંગથી ખુબ ફાયદા થાય છે. સ્વામિંગ પણ ખુબ સારી કસરત સમાન છે. આના કારણે સમગ્ર શરીરની કસરત થાય છે. આના કારણે ખુબ વધારે કેલોરી બર્ન થઇ જાય છે. એરોક્સિ કસરત પણ હાલના સમયમાં ખુબ લોકપ્રિય છે. આના કારણે પેટની આસપાસની ચરબીને દુર કરવામાં સફળતા મળે છે. વોકિંગ પણ શ્રેષ્ઠ કસરત તરીકે છે. પેટના સ્તરને ઘટાડી દેવા માટે તે ઉપયોગી સાબિત થાય છે. ઝડપથી ૪૫-૫૦ મિનિટ સુધી ચાલવામાં આવે તો સીધો ફાયદો થાય છે. આ તમામ સામાન્ય કસરત શરીર માટે આદર્શ પુરવાર થાય છે. આધુનિક સમયમાં આ કસરતનો ઉપયોગ કરી શકાય છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY