ફર્ટાઇલ યુવતિઓ વધુ સુન્દર.

0
25

તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ફર્ટાઈલ યુવતીઓ વધારે આકર્ષક અને ખૂબસુરત દેખાય છે. પુરુષ પણ આ બાબત માનવા લાગ્યા છે. નવા અભ્યાસમાં હવે વૈજ્ઞાનિક રીતે પણ આ બાબત સાબિત થઈ ગઈ છે. ઘણી મહિલાઓને આવરી લઈને કરવામાં આવેલા નવા અભ્યાસ બાદ સંશોધકો એવા તારણ ઉપર પહોંચ્યા છે કે હોર્મોનલ શિફ્ટના કારણે આ ખૂબસુરતી વધી જાય છે.

મહિલાઓમાં જરૂરી ફેરફારો પણ આ હાર્મોનના કારણે થાય છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે તમામ મહિલાઓની ખૂબસુરતીની બાબત હાર્મોનના શિફ્ટ સાથે સંબંધિત થયેલી છે. આનાથી શરીરમાં જુદા જુદા ફેરફાર થાય છે અને વર્તનમાં પણ ફેરફાર થાય છે. ટૂંકમાં ફર્ટાઈલ યુવતીઓ વધારે ખૂબસુરત અને આકર્ષક દેખાય છે. સંશોધકોએ ૨૦૨ મહિલાઓને આવરી લઈને અભ્યાસની કામગીરી હાથ ધરી હતી. જેના ભાગરૂપે આ તમામના ફોટાઓ પણ લેવામાં આવ્યા હતા. માસિક ચક્રના ગાળા દરમિયાન તેમના અવાજની નોંધણી પણ કરવામાં આવી હતી. સંશોધકોએ બંને સેશન દરમિયાન હાર્મોનની સપાટીને જાણવા માટે સલીવા સેમ્પલ લેવામાં આવ્યા હતા.

૫૦૦થી વધુ પુરુષોએ મહિલાના ચહેરા અને અવાજની અસરકારકતાની નોંધ લીધી છે. પ્રથમ સેશનના રેટીંગ અને બીજા સેશનના રેટીંગ જુદી જુદી રીતે જારી કરવામાં આવ્યા હતા અને આ બંનેની સરખામણી પણ કરવામાં આવી હતી. પુરુષોએ કહ્યું છે કે જ્યારે મહિલાની પ્રોગ્રેસ ટેરોનની સપાટી ઓછી હોય છે અને એસ્ટ્રા ડીઓલની સપાટી ઊંચી હોય છે ત્યારે મહિલા વધુ ખૂબસુરત દેખાય છે. અભ્યાસ મુજબ ચક્ર દરમિયાન મહિલામાં એસ્ટ્રા ડીઓલની સપાટી ખૂબ ઊંચી હોય છે. આ તારણો હવે પ્રકાશિત પણ કરવામાં આવી ચૂક્યા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY