બનાસકાંઠામાં સ્વાઈન ફ્લૂનો કહેર : વધુ એક વ્યક્તિનું મોત

0
33

(જી.એન.એસ)બનાસકાંઠા,તા.૧૩
બનાસકાંઠા વિસ્તારમાં સ્વાઈનફલૂથી વધુ એક યુવકનું મોત થયું છે. ડીસાના રાણપુર ગામના યુવક અશોક માળીનું સ્વાઇનફલૂના કારણે મોત નીપજ્યું છે. આ યુવક છેલ્લા કેટલાક સમયથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હતો. અને સરાવાર દરમિયાન તેનું મોત થયું છે. સ્વાઇન ફ્ર્‌લૂથી મોતની વાત કરીએ તો બનાસકાંઠામાં અત્યાર સુધી સ્વાઇનફ્લૂના કારણે ત્રણ લોકોના મોત થયા છે. બનાંસકાઠાની સરકારી હોસ્પિટલમાં સ્વાઇનફ્લૂના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. જિલ્લામાં ૧૫ જેટલા દર્દીઓ સરવાર હેઠળ છે.
આ પ્રકારના ગંભીર રોગોમાં સરકાર કોઇ કાયમી અને નક્કર પગલા લેતી નથી. સ્વાઇન ફ્લૂના ટેસ્ટ માટે રાજયમાં પુરતા પ્રમાણમાં લેબોરેટરી નથી.પુરતા પ્રમાણમાં સાવધાની રાખવામાં આવતી નથી.સરકાર માત્ર સ્વાઇનફ્લૂથી બચવા માટેની જાહેરાતો કરે છે. આ રોગથી મૃત્યુ નીપજે તેના પરિવારજનોને સરકારે વળતર આપવાની ફરજ છે. રાજયના નાગરિકોને સારૂ સ્વાસ્થય આપવાની જવાબદારી સરકારની છે જા સરકાર તેમા નિષ્ફળ જાય તો તેના માટે વળતર ચુકવવુ જાઇએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY