મારા સપનામાં ભગવાન રામ આવ્યા,અયોધ્યામાં મંદિરની હાલત જાઈ રડ્યાઃ શિયા વક્ફ બોર્ડ ચેરમેન

0
196

લખનઉ,તા.૨૫
શિયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રીઝવી સતત અયોધ્યામાં રામ મંદિર બનાવવાની તરફેણમાં નિવેદનો આપી રહ્યા છે.
હવે રીઝવીએ કહ્યું છે કે મારા સપનામાં ભગવાન શ્રીરામને મેં જાયા હતા અને તેઓ અયોધ્યામાં રામ મંદિરની હાલત જાઈને રડી રહ્યા હતા.
તેમણે કહ્યું હતુ કે ભારતના કટ્ટરવાદી મુસ્લિમો પાકિસ્તાનના ધ્વજને ઈસ્લામનો ધ્વજ બતાવીને તેની સાથે પ્રેમ કરવાને પોતાની ફરજ સમજે છે અને આ કટ્ટરવાદી મુસ્લિમોએ શ્રીરામ જન્મભૂમિ પર પોતાનો પંજા જમાવી રાખ્યો છે.અયોધ્યા ભગવાન શ્રીરામનુ જન્મસ્થળ છે.
તેમણે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પર આરોપ લગાવતા કહ્યું હતુ કે પાકિસ્તાન પાસેથી પૈસા લઈને લો બોર્ડ કોંગ્રેસની મદદથી રામ જન્મભૂમિના મુદ્દાને કોર્ટમાં ઉલઝાવી રહ્યું છે.દરેક કામનો ફિક્સ રેટ લગાવવામાં આવે છે.હવે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પર જલ્દી ફેંસલો લેવાનો સમય આવી ગયો છે.હવે આ મામલામાં ખુદ ભગવાન રામ પણ ઉદાસ હશે.
આ પહેલા રીઝવીએ રામ મંદિર નિર્માણ માટે ૧૦૦૦૦ રુપિયાનો ફાળો પણ આપ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY