ગિરસોમનાથ,તા.૨૫
કોડીનારના દેદાની દેવળી ગામે રહેતો અને છતીસગઢના રાયપુરમાં સીઆરપીએફમાં ફરજ બજાવતો જવાન નરેશ ચુડાસમાંનું અપહરણ થયાનું બહાર આવ્યું હતું. તેની જમ્મુથી રાયપુર બદલી થતા તે જમ્મુથી રાયપુર ટ્રેનમાં જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં નક્સલીઓએ કેફી દ્રવ્ય પીવડાવી અપહરણ કરી લીધું હતું. અપહરણ અંગે તેનો પરિવાર ચિંતામાં હતો. પરંતુ થોડીવાર બાદ તેને છોડી દેવાતા જવાને પરિવારજનોને ફોન કરી છોડી દીધાનું કહેતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
નરેશનો તેના પરિવારને ફોન આવ્યો હતો અને તે કહી રહ્યો હતો કે, ચારથી પાંચ લોકોએ મને પકડી લીધો છે અને માર મારે છે. બસ આટલી વાત થઇ અને ફોન કટ થઇ ગયો હતો. આ તેનો છેલ્લો ફોન હતો પછી પરિવારજનોએ ફોન કરવાનો પ્રયાસ કરતા તેને ફોન લાગ્યો નહોતો. બાદમાં નક્સલીઓએ છોડી દેતા પરિવારજનોને નરેશે ફોન કરી જાણ કરી હતી કે મને છોડી દીધો છે અને હાલ હું સુરક્ષિત છું. આ સમાચાર સાંભળી પરિવારજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



