ન્યુ દિલ્હી,તા.૨૫
દેશમાં નજીકના ભવિષ્યમાં એક લીટર પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયા પર પહોંચે તો નવાઈ નહી હોય. ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઈલના ભાવ છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધારે છે.ક્રુડ ઉત્પાદક દેશો દ્વારા સપ્લાયમાં થયેલા ઘટાડાના કારણે હાલમાં ઓઈલ પ્રતિ બેરલ ૮૧.૩૯ ડોલરના ભાવે છે.
કેટલાક નિષ્ણાતો ઓઈલનો ભાવ પ્રતિ બેરલ વધી ૧૦૦ ડોલર પર પહોંચે તેવી શક્્યતા છે.આ સંજાગોમાં દેશમાં એક લીટર પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયા પર પહોંચે તેવી શક્્યતા છે.
દેશમાં હાલમાં કેટલાક શહેરોમાં તો પેટ્રોલ પ્રતિ લિટર ૯૦ રૂપિયા સુધી પહોંચવા જ આવ્યુ છે. જાકે ૧૦૦ રૂપિયે પેટ્રોલ વેચવા કરતા સરકાર એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને ભાવ અંકુશમાં રાખી શકે છે.
ઓઈલ ઉત્પાદક સાઉદી અરેબિયા અને રશિયા ઓઈલનુ ઉત્પાદન વધારવા માટે તૈયાર નથી.કારણકે બજારમાં વધારાના તેલની જરુર નથી.આવુ નિવેદન આપ્યા બાદ પ્રતિ બેરલ ઓઈલના ભાવમાં ૨ ડોલરનો વધારો થયો હતો.
બ્લૂમબર્ગના કહેવા પ્રમાણે ડિસેમ્બર સુધીમાં ક્રુડ ઓઈલનો ભાવ બેરલ દીઠ ૯૦ ડોલર થઈ શખે છે.જ્યારે ૨૦૧૯ની શરૂઆતમાં ભાવ ૧૦૦ ડોલર સુધી જઈ શકે છે.બીજી તરફ રુપિયો પણ નબળો પડ્યો છે તેવા સંજાગોમાં ભારતમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં હજી પણ વધારે આગ લાગી શકે છે.
જાણકારોના કહેવા પ્રમાણે આંતરરાષ્ટ્રીય સ્તરે શરુ થયેલા ટ્રેડ વોરના કારણે રુપિયો હજી પણ ગગડી શકે છે.
આ વર્ષે અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ૧૩ રૂપિયાનો વધારો થઈ ચુક્્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




