સિદ્ધાંતો ખાતર પાર્ટી લાઈન વિરુદ્ધ ઉભા થઈ ગયા હતા સોમનાથ ચેટરજી

0
10

ન્યુ દિલ્હી,તા.૧૩
ભારતીય રાજનીતિમાં સોમનાથ દા છે જેમણે દેશના મહત્વપૂર્ણ પદોની જવાબદારી આપવા માટે અલગ-અલગ વિચારો ધરાવતા રાજનાતિક દળોમાં પણ સહમતી બની જતી હતી. કઈંક આવા જ હતા સોમનાથ ચેટરજી. વર્ષ ૧૯૬૮થી રાજનૈતિક જીવન શરૂ કરનારા સોમનાથ દાનો જન્મ ૨૫ જુલાઈ ૧૯૨૯ના રોજ આસામના તેજપુરમાં થયો હતો. સોમનાથ ચેટરજીનું સોમવારે સવારે ૮૯ વર્ષની ઉંમરે નિધન થયું છે.
કોલકત્તામાં શરૂઆતનો અભ્યાસ પૂર્ણ કરનારા સોમનાથ દાએ પ્રેસિડેંસી કોલેજ અને પછી કોલકાતા વિશ્વ વિદ્યાલયમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. આ સાથે તેમણે કેબ્રિઝના જીસસ કોલેજમાંથી વર્ષ ૧૯૫૨માં ગ્રેજ્યુએશન અને પછી વર્ષ ૧૯૫૭માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. તેમણે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન બંને કાયદાના વિષયમાં કર્યું. તેમણે સક્રિય રાજનીતિમાં આવ્યા પહેલા કોલકાતા હાઈકોર્ટમાં વકિલાત પણ કરી.
વર્ષ ૧૯૬૮માં સોમનાથ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડીયા (માર્ક્સ)માં સામેલ થયા. વર્ષ ૧૯૭૧માં તે ઝ્રૈઁંસ્ના સમર્થનથી નિર્દલીય સાંસદ બન્યા. સોમનાથ ૯ વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. માત્ર ૧૯૮૪માં તે મમતા બેનર્જી સામે જાધવપુર બેઠકથી હારી ગયા હતા. ત્યારબાદ ફરી વર્ષ ૧૯૮૯થી વર્ષ ૨૦૦૪ સુધી જીતનો સીલસીલો ચાલુ રહ્યો. વર્ષ ૨૦૦૪માં તે ૧૪મી લોકસભામાં ૧૦મી વખત સાંસદ તરીકે ચૂંટાયા. સોમનાથ પૂર્ણ સહમતિથી લોકસભા અધ્યક્ષ બન્યા. વર્ષ ૧૯૯૬માં સોમનાથ દાને ઉતકૃષ્ટ સાંસદનો પુરસ્કાર મળ્યો.
વર્ષ ૨૦૦૮માં અમેરિકા સાથે પરમાણુ સંધિના મુદ્દા પર વામદળે કોંગ્રેસ માંથી સમર્થન પાછુ ખેચવાની પ્રક્રિયા શરૂ કરી તો પાર્ટીએ પોતાના લીસ્ટમાં સોમનાથનું નામ પણ સામેલ કર્યું. જાકે, લોકસભા અધ્યક્ષના પદ પર બિરાજમાન વ્યક્તિ કોઈ દળનો ના હોઈ શકે. આ મુદ્દે સોમનાથ ચેટર્જી પણ પાર્ટી લાઈન વિરુદ્ધ ગયા હતા. પાર્ટીના આદેશોને નજર અંદાજ કરી તે સ્પીકર પદ પર બનેલા રહ્યા હતા. ત્યારબાદ ઝ્રૈઁંસ્એ પાર્ટીના અનુશાસનનું પાલન ન કરવાનો આરોપ લગાવી તેમને પાર્ટીમાંથી નીકાળી દીધા.
સોમનાથે પોતાના નિષ્કાસન બાદ કહ્યું હતું કે, આ તેમના માટે સૌથી મોટો દુખનો દિવસ હતો. તેમણે સલાહ આપી કે, ભવિષ્યના સ્પીકર પોતાના દળમાંથી રાજીનામું આપી આ પદ પર બેસે. વર્ષ ૨૦૦૯માં તેમણે રાજનીતિમાંથી સંન્યાસ લઈ લીધો. પોતાના અધ્યક્ષીય કાર્યકાળમાં સોમનાથ ચેટરજીએ લોકસભાના શૂન્યકાળનું લાઈવ પ્રસારણ કરાવ્યું. વર્ષ ૨૦૦૬માં લોકસભાનું પ્રસારણ ૨૪ કલાક સુધી કરવામાં ચાલુ થયું.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY