કોટ્ટાયમ,તા.૧૩
આ વર્ષે જુલાઇમાં સામે આવેલા કેરળના કોટ્ટાયમ ચર્ચ રેપ કેસના ચાર આરોપી પાદરીઓમાંથી બે પાદરીઓએ સોમવારે કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. એક મહિલાના પતિએ પોલીસ ફરિયાદ કરી હતી કે ઇશ્વર સમક્ષ કન્ફેશન કરવા ગયેલ તેની પત્ની પર પાદરીઓએ બળાત્કાર કર્યો હતો.
ફરિયાદના આધારે ચર્ચે પાદરીઓને ફરજમાથી બાકાત કરી સમગ્ર કેસની આંતરિક તપાસ હાથ ધરી હતી. જા કે ત્રણ પાદરીઓએ કરેલ આગોતરા જામીન અરજીને કોર્ટે નામંજૂર કરી હતી. કેરળમાં થોડા દિવસોથી એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી જેમાં પીડિતાના પતિએ સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી.
ક્લિઇપમાં તેણે જણાવ્યું હતું કે આરોપીઓમાંથી એક પાદરીએ લગ્ન પહેલા તેની પત્ની સાથે દુષ્કર્મ કર્યું હતું અને લગ્ન થયા બાદ પણ આ દુર્વ્યવહાર ચાલુ રાખ્યો હતો તેણે આ વાત બીજા ત્રણ સાથી પાદરીઓને જણાવી આથી તેમણે પણ બ્લેકમેલ કરીને પત્ની પર બળાત્કાર ગુજાર્યો હતો.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





