સપ્તાહની શરૂઆતમાં જ રૂપિયો ૬૯.૬૧ની નીચલી સપાટીએ

0
11

ન્યુ દિલ્હી,તા.૧૩
આ અઢવાડિયાની શરૂઆતમાં જ ડોલરની સરખામીએ રૂપિયો ૬૯.૬૧ની નીચલી સપાટીએ પહોંચી ગયો હતો. જાકે હવે રૂપિયામાં થોડી મજબૂતી આવી છે. હાલ રૂપિયો ડોલરની સામે ૬૯.૪૨એ પહોંચ્યો છે. સોમવારે રૂપિયામાં ઐતિહાસિક ગિરાવટ જાવા મળી હતી. ડોલરની સામે રૂપિયો ૬૯.૪૯નાં રેકોર્ડ સ્તર પર પહોંચ્યો હતો.
આ પહેલી વખત છે કે રૂપિયામાં આટલાં મોટા સ્તર પર ઘટાડો જાવા મળ્યો છે. સોમવારે ડોલરની સામે રૂપિયમાં ૬૬ પૈસાના ઘટાડા સાથે ભારે ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે રૂપિયો ડોલરની સામે ૬૮.૮૩નાં સ્તર પર બંધ થયો હતો. ઉલ્લેખનીય છે કે વિશેષજ્ઞોએ પહેલા જ જણાવ્યું હતું કે, રૂપિયા ૭૦ની સપાટી સુધી પહોંચી શકે છે.
આ પહેલા ૧૯ જુલાઇએ રૂપિયમાં સૌથી મોટો ઘટાડો જાવા મળ્યો હતો. આ દરિમયાન રૂપિયો પહેલીવાર ૬૯ની સપાટીએ પહેંચ્યો હતો. ડોલરની માંગ વધતા અને કાચા તેલની વધતી કિંમતોને કારણે રૂપિયો નબ્ળો પડ્યો હતો. ૬૯ની સપાટી પર પહોંચતા પહેલા રૂપિયામાં ૧૯ પૈસાનાં ઘટાડા સાથે બજારની શરૂઆત થઇ હતી.
વિશેષજ્ઞોએ પહેલા જ આશંકા જતાવી હતી કે રૂપિયો નરમ પડશે. તેની સામે ડોલરમાં સતત મજબૂતી આવશે. કાચા તેલની કિંમતોમાં થતા ઉતાર-ચઢાવ અને વિદેશી રોકાણ પ્રવાહમાં થયેલો ઘટાડો રૂપિયાનાં નીચા સ્તર માટે જવાબદાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જા રૂપિયો ૭૦નાં સ્તર પર પહોંચી જશે તો આરબીઆઇ માટે મુશ્કેલી વધી શકે છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY