મોદી-શાહે દેશને પૂર્ણ સ્વરાજ અપાવ્યુંઃ સીએમ રૂપાણીનું છોટાઉદેપુરમાં ધ્વજવંદન

0
41

છોટાઉદેપુર,તા.૧૬
સમગ્ર દેશમાં ૭૩મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. રાજ્યકક્ષાની ઉજવણી છોટાઉદેપુરમાં થઈ હતી. રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૧૫મી ઑગસ્ટે ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. તેમણે કરેલા સંબોધનમાં વિજય રૂપાણી જણાવ્યું હતું કે, ગુજરાતના બે નરબંકા એવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરમાંથી ૩૭૦ અને ૩૫એ હટાવીને દેશને પૂર્ણ સ્વરાજ અપાવ્યું છે.
રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ૭૨ વર્ષ પહેલા ગુજરાતના બે વીર સપૂત ગાંધી-સરદારે સ્વરાજ અપાવ્યું અને આઝાદીના ૭૨ વર્ષ બાદ ગુજરાતના બે નરબંકા એવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે વર્ષ ૨૦૧૯માં પૂર્ણ સ્વરાજનું સપનું સાકાર કર્યું અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-ને હટાવીને ૧૩૦ કરોડ ભારતીયો માટે ૭૩મા આઝાદી પર્વને ઐતિહાસિક બનાવ્યું છે. ગુજરાતે પણ ગાંધી- સરદાર, નરેન્દ્ર મોદી-અમિત શાહના પદચિન્હો પર ચાલીને સુરાજ્ય, ગુડ ગવર્નન્સની નવતર કેડી પ્રસ્થાપિત કરી છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ જૂનાગઢના વિસાવદરમાં ધ્વજવંદન કરાવ્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ભરૂચના ઝઘડીયામાં, આર. સી. ફળદુએ સાબરકાંઠાના તલોદમાં, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાવનગરમાં, કૌશિક પટેલે ગાંધીનગરના કલોલમાં, સૌરભ પટેલે અમરેલી જિલ્લાના વડીયામાં, ગણપત વસાવાએ મહેસાણા જિલ્લાના વિજાપુરમાં, જયેશ રાદડિયાએ જામનગર જિલ્લાના જોડીયામાં, દિલીપ ઠાકોરે તાપી જિલ્લાના કુકરમુંડામાં, ઇશ્ર્વર પરમારે વડોદરા જિલ્લાના સાવલીમાં, કુંવરજી બાવળિયાએ આણંદ જિલ્લાના સોજીત્રામાં, જવાહર ચાવડાએ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં તેમ જ રાજ્યના રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા દાહોદ જિલ્લાના લીમખેડા જ્યારે બચુ ખાબડે પંચમહાલ જિલ્લાના શેહરામાં, જયદ્રથસિંહજી પરમારે પાટણ જિલ્લાના સરસ્વતીમાં, ઇશ્ર્વરસિંહ પટેલે અમદાવાદ જિલ્લાના ધોળકા, વાસણ અહિરે ખેડા જિલ્લાના નડિયાદ, વિભાવરીબેન દવે બનાસકાંઠા જિલ્લાના દાંતામાં, રમણલાલ પાટકર રાજકોટ જિલ્લાના જસદણમાં, કિશોર કાનાણીએ વલસાડ જિલ્લાના ધરમપુરમાં, યોગેશ પટેલે સુરત જિલ્લાના માંડવીમાં જ્યારે ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કચ્છ જિલ્લાના અબડાસામાં રાજ્ય પ્રધાનમંડળના પ્રધાનોએ વિવિધ જિલ્લામાં ધ્વજવંદન કરાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY