જાતીય દુરાચારનો આરોપ મુકાતા એકતાએ સુભાષ કપૂરને હાંકી કાઢ્યો

0
17

મુંબઈ,તા.૧૨
જેની સામે જાતીય દુરાચારના આક્ષેપો થયા છે એ ડાયરેક્ટર સુભાષ કપૂરને મોખરાની ફિલ્મ અને ટીવી સિરિયલ સર્જક એકતા કપૂરે પણ પોતાના કેમ્પમાંથી હાંકી કાઢ્યો હતો.
અત્યાર અગાઉ સુભાષને ટી સિરિઝના સ્થાપક ગુલશન કુમારની બાયો-ફિલ્મ મોગલમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. આમિર ખાન આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલો હતો. આમિર ખાને આ પ્રોજેક્ટમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો એ સાથે ગુલશનકુમારના પુત્ર અને હાલ ટી સિરિઝના બોસ ભૂષણ કુમારે સુભાષની હકાલપટ્ટી કરી હતી.
હવે એકતા કપૂરે પણ સુભાષ કપૂરની હકાલપટ્ટી કરી હતી. સુભાષ એકતા કપૂરના બેનર તળે બનનારી વેબ સિરિઝ ધ વર્ડિક્ટનું ડાયરેક્શન સંભાળવાનો હતો. પરંતુ એને હાંકી કાઢવાની જાહેરાત થતાં હવે એ બાલાજી કેમ્પમાં પણ રહ્યો નથી.
આ માહિતી આપનારા સૂત્રોએ કહ્યું કે પ્રોડયુસર્સ ગીલ્ડની બેઠકમાં બોલિવૂડને સુરક્ષિત બનાવવા જે કમિટિની રચના કરાઇ એમાં એકતા કપૂરનો સમાવેશ થયો કે તરત એના ધ્યાન પર લાવવામાં આવ્યું હતું કે સુભાષ કપૂર સામે પણ જાતીય દુરાચારનો કેસ છે. તરત એકતા કપૂરે એને ધ વર્ડિક્ટ વેબ સિરિઝના ડાયરેક્ટર પદેથી હાંકી કાઢ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY