કુઆલાલામ્પુર,તા.૩૦
ચીનની એક કંપની કન્ટ્રી ગાર્ડન હોલ્ડિંગ્સને તેનો ૧૦૦ અબજ ડોલરનો ફોરેસ્ટ સીટી પ્રોજેક્ટ મલેશિયામાં શરૂ કરવો છે, પરંતુ તેઓ મુંઝાયેલા છે, ઘવાયેલા છે કે પછી હજુ પણ આશાવાદી છે તે સમજાતું નથી.પરંતુ અચાનક જ મલેશિયાના પ્રમુખ મહાથીર મોહમ્મદે એવો ફરમાન જારી કર્યો કે કોઇપણ વિદેશી મલેશિયામાં એપાર્ટમેન્ટ ખરીદી શકશે નહીં કે તેમાં લાંબા સમય સુધી રહી શકશે નહી, બસ.
જા કે પ્રમોટરો તો આ પ્રોજેક્ટને ‘વેપાર અને સંસ્કૃત્તિનો નવો જ વૈશ્વિક કેન્દ્ર’ હોવાનો અને ‘તમામ મનુષ્યો માટે સપનાના સ્વર્ગ’હોવાનો દાવો કરે છે.જા કે મલેશિયાના રાજકીય વર્તુળમાં ફોરેસ્ટ સીટી એક જંગી ચાઇનીઝ વસાહત માત્ર હશે જ્યાં સાત લાખ ચીનાઓ રહેશે.
ડેવેલોપર સાથે વિવાદ ઊભો કરીને અંતે તો મહાથીર ચીનની સરકારને જ ભેરવવા માગે છે. તેમની વ્યાપક યોજના બેજીંગ સાથેના મલેશિયાના સબંધોની નવી વ્યાખ્યા આપવાની છે. તેમના પુરાગામી દ્વારા શરૂ કરાયેલા રાજ્ય-ગ્રાહકના માઇન્ડસેટમાંથી કુઆલાલમ્પુરને દૂર કરવાની તેમની યોજના છે.
આમ પણ ૯૩ વર્ષના મહાથીર મોહમ્મદે ચીનના પૈસાથી બનનાર ઇસ્ટ કોસ્ટ રેલ લિંકને રદ કરતાં ચાઇના કોમ્યુનિકેશન કન્સટ્રકશન કંપનીને મોટો ફટકો પડયો હતો જે ૨૦ અબજ ડોલરનો બલ્ટ એન્ડ રોડ રૂટને બનાવી રહી હતી.મે મહિનામાં દૂર કરાયેલા નજીબ રઝાકે દાવો કર્યો હતો કે તેઓ પૂર્વીય મલેશિયામાં સુખાકારી લાવશે. પરંતુ ચાલુ મહિને બેજીંગમાં ‘કોલોનીઝમના નવા અવતાર’ વિરૂધ્ધ બોલનાર મહાથીરે રેલવેનો અલગ દ્રષ્ટીકોણ લીધો હતો જેના કારણે થાઇ સરહદના વિસ્તારોને સાઉથ ચાઇના સીથી મલેશિયાના પશ્ચિમી કિનારે સૌથી વ્યસ્ત બંદરો પૈકીના એક મલાકાના અખાત પાસે સાથે જાડયા હોત.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


