મુંબઈ-લોસ એન્જલ્સ,તા.૪
હોલિવૂડના ટોચના અભિનેતા ક્રીસ પ્રાટે કહ્યું હતું કે અમારી સુપરહિટ ફિલ્મ ગાર્ડિયન આૅફ ગેલેક્સીની ત્રીજી કડી પણ આવશે.
પોતાની લેગો મૂવી ટુના પ્રીમિયર પ્રસંગે ક્રીસ મિડિયા સાથે વાત કરી રહ્યો હતો. એણે કહ્યું કે માર્વેલ્સની આ ફ્રેન્ચાઇઝ ટૂંક સમયમાં ફરી ફ્લોર પર જશે. ગયા વરસે ગાર્ડિયન આૅફ ગેલેક્સીના ડાયરેક્ટર જેમ્સ ગને ટ્વીટર પર વાહિયાત અને વિવાદાસ્પદ જાક્સ મુકીયા ત્યારબાદ એને ગાર્ડિયન આૅફ ગેલેક્સી થ્રીના ડાયરેક્ટરપદેથી પડતો મૂકવામાં આવ્યો હતો.
વેરાયટી ડાટ કોમના એક રિપોર્ટ મુજબ ક્રીસે કહ્યું, તમે ખાતરી રાખજો. ગાર્ડિયન આૅફ ગેલેક્સી થ્રી જરૃર પરદા પર આવશે. મારું તમને આ પ્રોમિસ છે. મારી જેમ આ ફિલ્મ સાથે સંકળાયેલા સૌ કોઇ ઇચ્છે છે કે ફિલ્મ પૂરી થાય અને થિયેટરોમાં રજૂ થાય. એટલે થોડી વહેલી કે મોડી પણ ફિલ્મ બનશે અને રજૂ થશે. ચિંતા કરવાનું કોઇ કારણ નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



