ચીનના શેર માર્કેટ જાપાનના શેર માર્કેટ ૬૧૭૦ અરબ ડોલર સામે ૬૦૯૬ અરબ ડોલરનો છે
ટોક્યો,તા.૩
અમેરિકા સાથે ચાલી રહેલા વેપાર યુદ્ધ અને આર્થિક વૃદ્ધિની ગતિ ધીમી પડતા ચીને વિશ્વનો બીજા સૌથી મોટું શેર માર્કેટ હોવાનું વિરદું ગુમાવ્યું છે. બ્લૂમબર્ગ ન્યુઝના આંકડાથી તેની પુષ્ટિ થાય છે. જાપાને ચીનને પાછળ છોડી બીજું સ્થાન મેળવ્યું છે.
આંકડાઓથી જાણકારી મળે છે કે, ૨૦૧૪માં બીજા સ્થાન મેળવ્યા પછી પહેલીવાર ચીન જાપાનથી પાછળ રહી ગયો છે. આંકડામાં બતાવવામાં આવ્યું છે કે, ચીનનો શેર માર્કેટ જાપાનના શેર માર્કેટ ૬,૧૭૦ અરબ ડોલરની સામે ૬,૦૯૦ અરબ ડોલરનો છે.
હકીકતમાં ૨૦૧૪ના અંતમાં ચીને જાપાને પાછળ છોડી બીજા સ્થાન મેળવ્યો હતો. અને તેના બાદથી ચીન પોતાનો આ સ્થાન જાણવી રાખ્યો હતો. પણ અમેરિકા સાથે વધી રહેલા ટૈરિફ વોરની વચ્ચે ચીની શેર માર્કેટને મોટો ફટકો લાગ્યો છે અને તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
ચીન માટે આ ઘટનાને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે અને એવી શક્યતા છે કે, તેની અસર ચીની કરેંસી ઉપર પણ પડશે, જે વિપરીત પરિસ્થિતિઓમાં કોઈપણ દેશ માટે એક એસેટ સાબિત થાય છે.
વિશ્વનો સૌથી મોટો શેર માર્કેટ છે અમેરિકા છે, જેની વેલ્યુ ૩૧ ટ્રિલિયન ડોલરની છે. આમ જોવા જઇએ તો અમેરિકાનું શેર માર્કેટ જાપાન અને ચીનના શેર માર્કેટના સરવાળાથી પણ બે ગણો વધારે છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


