ચિત્તોડગઢ,તા.૨૧
વડાપ્રધા નરેન્દ્ર મોદીએ ત્રીજા તબક્કાના મતદાન પૂર્વે ઝંઝાવાતી પ્રચાર અંતર્ગત રવિવારે રાજસ્થાનના ચિત્તોગઢમાં રેલીને સંબોધી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે લોકોને વિશ્વાસ છે કે મોદી પોતાના પરના હુમલાને સહન કરી લેશે પરંતુ દેશને આંચ પણ નહીં આવવા દે. પ્રથમ વખતના મતદારોને આહ્વાન કરતા મોદીએ જણાવ્યું કે નવા રાષ્ટ્રનું નિર્માણ તમારી જવાબદારી છે.
‘દેશને મોદી પર વિશ્વાસ છે કે તે પોતાના પર કરાયેલા હુમલાને સહન કરી લેશે પરંતુ દેશ પરના હુમલાને કિયારેય સાંખી નહીં લે,’ તેમ મોદીએ રેલીમાં જણાવ્યું હતું. વડાપ્રધાને કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે ‘કોંગ્રેસના શાસનમાં દેશના સંશાધોનોને અન્યાય કરાયો હતો. કોંગ્રેસ પાસે ત્રણ સત્ય છે, ‘નામદાર પરિવાર’, ભ્રષ્ટાચાર અને ખોટા વચનો.’
લોકોને મજબૂત સરકાર જોઈએ છે કે મજબૂર સરકાર તેવો પ્રશ્ન પણ મોદીએ પૂછ્યો હતો. દેશને નબળી પાડતી કોંગ્રેસ સરકાર જોઈએ છે કે મજબૂત કરનાર ભાજપ સરકાર તેવું મોદીએ જાહેરસભામાં મંચ પરથી લોકોને પૂછ્યું હતું. ધોમધખતા તાપ વચ્ચે મોટાપાયે લોકો ઉમટી પડ્યા હતા. લોકોના શોરબકોર વચ્ચે મોદીએ શાંતિ જાળવવા અને જ્યાં ઉભા હોય ત્યાં સ્થિર રહેવા લોકોને અપીલ પણ કરી હતી. દેશના લોકોએ કોંગ્રેસ પર ભરોસો કર્યો પરંતુ એક જ પરિવારની સેવા પાછળ પાંચ દાયકા ખર્ચ કરી દેવાયા. દેશના સંશાધનો અને ક્ષમતા પ્રત્યે ન્યાય કરાયો નથી. રાજસ્થાનમાં ૨૯ એપ્રિલ અને ૬મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



