બેંગ્લુરુ,તા.૧૪
કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ ફરીવાર દાવો કર્યો કે, ૨૩મી મે બાદ કર્ણાટકમાં કોંગ્રેસના ૨૦ ધારાસભ્યો કોંગ્રેસ છોડવાની તૈયારી કરી રહ્યા છે. ગત દિવસે યેદિયુરપ્પાએ જણાવ્યુ હતુ કે, કર્ણાટકમાં ૨૦થી વધારે કોંગ્રેસના ધારાસભ્યો, કુમારસ્વામીની સરકારથી ખુશ નથી. જેથી તેઓ કોઈપણ સમયે મહત્વનો નિર્ણય લઈ શકે છે. આ પહેલા પણ યેદિયુરપ્પાએ દાવો કર્યો હતો કે, કોંગ્રેસના સાતથી વધારે ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે.
જેથી કર્ણટકમાં કોંગ્રેસ અને જેડીએસની સરકાર પાસે કોઈપણ પ્રકારની બહુમતી નથી. જાકે, યેદિયુરપ્પાના દાવાને કર્ણાટકના પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ ફગાવ્યા હતા. કર્ણાટકમાં કોંગ્રેસનો આરોપ છે કે, ભાજપના નેતાઓ જેડીએસ અને કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરી રહ્યા છે. ભાજપ કર્ણાટકમાં જનતાએ પસંદ કરેલી સરકારને પાડવાનું ષડ્યંત્ર રચી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




