કેરળઃ પથાનામથિટ્ટા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પર ૨૪૨ કેસ નોંધાયેલા છે

0
8

ગુનાહિત રેકોર્ડ છાપવા માટે અખબારના ચાર પેજ ભરાયા,૬૦ સેકન્ડનો વિડિયો પણ બનાવ્યો
પથાનામથિટ્ટા,તા.૨૧
લોકસભા ચૂંટણી ચાલી રહી છે, ત્યારે એક એવો ઉમેદવાર સામે આવ્યો છે, જેના વિરુદ્ધ કેરળના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ૨૪૨ કેસ નોંધાયેલા છે. કેરળના પથાનામથિટ્ટા લોકસભા સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઉભા રહેલા સુરેન્દ્રન પર ૨૪૨ કેસ ચાલી રહ્યા છે. ચૂંટણી પંચે નિર્દેશ આપ્યા હતા કે, લોકસભા ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોને અખબાર અને ટીવીમાં પોતાના ગુનાહિત રેકોર્ડની જાણકારી ફરજિયાત આપવી પડશે.
જ્યારે ભારતીય જનતા પાર્ટીના સુરેન્દ્રને પોતાના ગુનાહિત રેકોર્ડને પોતાની પાર્ટીના મુખપત્ર જન્મભૂમિમાં છપાવ્યા તો, અખબારના ચાર પેજ ભરાય ગયા હતા. ત્યાં પાર્ટીની ટીવી ચેનલ જન્મ ટીવી પર તેમના ગુનાહિત રેકોર્ડની જાણકારી આપવા માટે ૬૦ સેકેન્ડનો લાંબો વીડિયો પણ બન્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રન પર જે ૨૪૨ કેસ ચાલી રહ્યા છે, તેમાંથી ૨૨૨ કેસ તો સબરીમાલા આંદોલન દરમિયાન નોંધાયા હતા. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે, જો પાર્ટીના મુખપત્ર પર કે.સુરેન્દ્રના ગુનાહિત રેકોર્ડની જાણકારી ન આપવામાં આવી હોત તો તેમની ઉમેદવારી પર ખતરો હતો, કારણ કે જા કોઇપણ અખબારમાં આ છાપવામાં આવત તો તેનો ખર્ચ ૬૦ લાખ સુધી થઇ શકે તેમ હતો અને ચૂંટણી પંચ દ્વારા ઇલેક્શનમાં ખર્ચ કરવાની એક સીમા નક્કી કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY