કોઇ નથી જાણતું કે મોદી ક્યારે શું કરશેઃ શરદ પવાર

0
8

મોદી સરકારે દેશના બંધારણનો નાશ કરવાની કોશિશ કરી
મુંબઇ,તા.૨૧
એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારે જણાવ્યુ કે કોઈ નથી જાણતુ કે મોદી ક્યારે શું કરશે. પવારે આ પ્રકારનું નિવેદન પુરંદરમાં એક જનસભા દરમ્યાન આપ્યુ. તેઓ પુરંદરમાં સુપ્રિયા સુલેના સમર્થનમાં રેલી સંબોધી રહ્યા હતા. શરદ પવારે મોદી સરકાર પર આરોપ લગાવ્યો કે દેશમાં ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવ્યો.
રાજ્યમાં દુકાળની સ્થિતિ હોવા છતા રાજ્યની ભાજપ સરકાર ખેડૂતોની મદદ કરતી નથી. શરદ પવારે વધુમાં જણાવ્યુ હતુ કે, મોદી સરકારે દેશના બંધારણનો નાશ કરવાની કોશિશ કરી રહી છે. જેથી દેશની જનતા ભાજપને જવાબ આપવાની છે. મહત્વપૂર્ણ છે કે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને ચૂંટણી લડી રહી છે. ત્યારે મહારાષ્ટ્રમાં એનસીપી ચૂંટણી પ્રચાર જોરશોરથી કરી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY