ભુજ, મંગળવારઃ
લોકસભા ચૂંટણી – ૨૦૧૯ની આદર્શ આચારસંહિતાના અમલીકરણ હેતુ કચ્છ કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી મતી રેમ્યા મોહને જાહેરનામું પ્રસિદ્ધ કરી લોકોની માલ-મિલ્કતને તેમની ઇચ્છા વિરુદ્ધ થતું નુકસાન, હાની, બગાડ અટકાવવા કેટલીક સુચનાઓ આપી છે.
આ જાહેરનામા અનુસાર કોઇ સરકારી જગ્યા કે તેના પરની કઓઇપણ મિલ્કત-મકાન પર પોસ્ટર્સ, પેપર્સ ચોંટાડી શકાશે નહીં કે કટઆઉટ હોર્ડિંગ્ઝ, બેનર્સ પ્રદર્શિત કરી શકાશે નહીં. પરંતુ જો કોઇ અન્ય જાહેર સ્થળે સ્થાનિક કાયદો સુત્ર લખવા, પોસ્ટર્સ લગાડવા કે કટઆઉટ, હોર્ડિંગ્ઝ બેનર્સ વગેરે ચૂકવણના ધોરણે કે અન્ય રીતે પ્રદર્શિત કરવાની પરવાનગી આપતો હોય તો તે કાયદાનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. કોઇ પણ રાજકીય પક્ષો તથા ઉમેદવારોએ ખાનગી મકાન, મિલ્કત, જમીન, દિવાલ કે કંપાઉન્ડનો તે મિલ્કત ધારણ કરનાર અધિકૃત વ્યક્તિ કે માલિકની પરવાનગી સિવાય ચૂંટણીલક્ષી પ્રચાર માટે ધ્વજ, પતાકા લગાડવા, બેનરો લટકાવવા, નોટિસો ચોંટાડવી, સુત્રો-નિશાનીઓ લખવા વગેરે પ્રકારનું ચૂંટણીલક્ષી પ્રચાર માટેનું કૃત્ય કરી મિલ્કતને નુકસાન કરવો નહીં કે કરવા દેવો નહીં.
જાહેર કે ખનાગી મકાનોની દિવાલો પર સુત્રો લખવા, પોસ્ટર ચોંટાડવા, પ્રચાર સામગ્રી ચોંટાડવા અંગે પ્રવર્તમાન સ્થાનિક કાયદાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. એક રાજકીય પક્ષના કાર્યકર કે ટેકેદારો અન્ય રાજકીય પક્ષો દ્વારા આયોજિત કરવામાં આવેલ સભામાં તેમના પોતાના પક્ષનું સાહિત્ય વિતરણ કરી ખલેલ કરી કરશે નહીં તેમજ એક પક્ષ દ્વારા લગાવવામાં આવેલ પોસ્ટર બીજા પક્ષના કાર્યકરો કે ટેકેદારો દૂર કરી શકશે નહીં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


