ન્યુ દિલ્હી,તા.૭
ટીમ ઇન્ડિયાના બે ખેલાડીઓ મુરલી વિજય અને કરુણ નાયરના બગાવતી સૂરોના કારણે ક્રિકેટ બોર્ડના પસંદગીકારોમાં ભારે નારાજગી જાવા મળી રહી છે.
બંને ક્રિકેટરો દ્વારા સિલેક્શન કમિટીની સામે ઉઠાવાયેલા સવાલોની ગંભીર નોંધ લેવામાં આવી છે. ૧૧ ઓક્ટોબરે બોર્ડનો વહિવટ કરનાર કમિટિની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવી શકે છે. બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારીનુ કહેવુ છે કે બોર્ડ સાથે કરારબધ્ધ થતી વખતે ખેલાડી સમક્ષ જે શરતો મુકાતી હોય છે તેનુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે. આ શરતો પ્રમાણે જે પણ ખેલાડી કરારબધ્ધ હોય તે જે તે ટુર પુરી થયાના ૩૦ દિવસ સુધી તે અંગે કશુ બોલી શકે નહી.
ઉલ્લેખનીય છે કે મુરલી વિજયે કહ્યું હતુ કે ટીમમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ કોઈ સિલેક્ટરે મારી સાથે વાત કરી નથી અને કોઈએ મારો સંપર્ક પણ કર્યો નથી. આ પ્રકારનુ વલણ ખેલાડીના મનોબળ પર અસર પાડે છે. દરેક ખેલાડીને ખબર હોવી જાઈએ કે કયા કારણસર તેને પડતો મુકવામાં આવ્યો છે.
બીજી તરફ કરુણ નાયરનુ કહેવુ હતુ કે છ ટેસ્ટ મેચો માટે સતત બહાર રાખવામાં આવ્યા બાદ ટીમ મેનેજમેન્ટ કે સિલેક્ટરે મારી સાથે કોઈ વાત કરી નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



