કાર ડિવાઈડર કુદી ટેમ્પોને ટકરાઈ, ૫નાં મોત

0
6

સુરત,તા.૬
નવસારી ખાતેના ખારેલ હાઈવે પર એક અત્યંત ભયંકર અકસ્માત થયો છે. સુરતથી આ કાર મુંબઈ તરફ જઈ રહી હતી. દરમિયાન કાર હાઈવે હોવાને પગલે સ્પિડમાં હતી. જાકે આ કાર ડિવાઈડર કુદાવી ગઈ અને સામેથી આવતા ટેમ્પોમાં ઘૂસી જતાં કારના કચ્ચરઘાણ વળી ગયા હતા. અકસ્માતમાં પાંચ વ્યકિત ગંભીર ઈજાઓને પગલે મોતને ભેટ્યા હતા. બનાવને પગલે પોલીસે વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.
નવસારીના ખારેલ હાઈવે પરઈન્ડિગો કાર સુરતથી મુંબઈ તરફના રસ્તા પર જઈ રહી હતી. દરમિયાન જ્યારે અકસ્માત થયો ત્યારે જારદાર ધડાકો થયો હતો. સુરત પાસિંગ ધરાવતી આ કારમાં તમામ મૃતકો સુરતના લંબે હનુમાન રોડ પરના રહેનાર હોવાનું હાલ સુધીની મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે પાંચેય વ્યકિત ઘટના સ્થળ પર જ મોતને ભેટ્યા હતા અને તેમની લાશો કારમાં રીતસર જકડાઈ ગઈ હતી. કારમાંથી લાશો બહાર કાઢવા માટે પતરા કાપવા પડ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY