વધારો નહીં કરાશે તો પાર્સલો નહીં ઊંચકવાની લેબર યુનિયનની ચીમકી
સુરત, તા. ૧૯
કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલાં ટ્રાન્સપોર્ટ લેબર યુનિયને ૧લી એપ્રિલથી પાર્સલો નહીં ઉઠાવવાની ચીમકી આપી હતી. ફોસ્ટાના અધ્યક્ષ મનોજ અગ્રવાલને અપાયેલા આવેદનપત્રમાં પાર્સલો ઊંચકવાની મજદૂરીમાં ભાવ વધારાની માગણી કરી હતી.
સુરત જિલ્લા ટેક્ષટાઈલ્સ માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયને જણાવ્યું હતું કે, વધતી જતી મોîઘવારી અને પેટ્રોલ ડીઝલના વધતા ભાવોને ધ્યાનમાં રાખીને તા. ૧-૩-૨૦૧૯થી પ્રતિ પાર્સલની મજૂરીનાભાવમાં વધારો કરવાની માંગણી કરી હતી. ભાવ વધારો નહીં સંતોષવામાં આવશે તો તા. ૧-૪-૨૦૧૯ના રોજ પાર્સલો નહીં ઊંચકવાનો નિર્ણય લીધો છે. આમ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટ લેબર યુનિયન દ્વારા ૧લી એપ્રિલ સુધી પાર્સલની મજૂરીમાં ભાવ વધારો ન થાય તો પાર્સલ નહીં ઊચકવાની ચીમકી લેબર યુનિયન દ્વારા આપવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



